બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દીવાલો બની બ્લેક બોર્ડ અને ઓટલા ક્લાસરૂમ, અનોખી છે આ શાળા

કોરોના મહામારીમાં આજે પણ દેશના ઘણાં વિસ્તારમાં ઓનલાઇન ક્લાસ અને ઝૂમ એપ ગરીબો માટે ખૂબ જ દૂરની વાત છે. એવામાં ઝારખંડનું ડેમરથડ ગામ ઉત્તમ શિક્ષણનું સાર્થક ઉદાહરણ પુરું પાડી રહ્યું છે. કોરોનાને લીધે લૉકડાઉનમાં ઝારખંડના ઘણાં વિસ્તારમાં ભલે ઓનલાઇન એજ્યુકેશન પહોંચી શક્યું ન હોય, પણ ઝારખંડના દુમકા જિલ્લામાં એક અનોખી પહેલ થઈ છે. જેમાં બાળકોના ઘર સુધી અનોખી રીતે શિક્ષણ પહોંચી રહ્યું છે. આદિવાસી પંથકની સરકારી મિડલ સ્કૂલના શિક્ષકોએ આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના ઘર સુધી શિક્ષણ પહોંચાડી એક મોટું ઉદાહરણ પુરું પાડ્યું છે. શિક્ષકોની આ પહેલના લોકો વખાણ કરી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન ચાર શિક્ષકો સાથે વિચાર કરવામાં આવ્યો કે, આદિવાસી બાળકોને જો શિક્ષણ સાથે જોડવામાં નહી આવે તો તે જે શિખ્યા છે તે ભૂલી જશે. સાથે ભણવામાં તેમની રુચી પણ ઓછી થઈ જશે. કેમ કે, ત્યાં ઇન્ટરનેટ પણ નથી. જેને લીધે ઓનલાઇન ક્લાસ પણ મુશ્કેલ છે. આ જ વિચાર સાથે આ શિક્ષકો ગામમાં ગયા, અહીં દીવાલો પર બ્લેકબોર્ડ બનાવી દીધા. અને ઘરની બહારના ઓટલા પર જ ક્લાસરૂમ શરૂ કરી દીધા. બાળકો પણ આ વ્યવસ્થાથી ખૂબ જ ખુશ છે. શિક્ષક તેમની સાથે એક લાઉડ સ્પીકર અને બ્લેકબોર્ડ લઈ જાય છે. પછી વિદ્યાર્થીઓ બ્લેક બોર્ડ પર તેમનો સવાલ લખે છે. અને શિક્ષક તે બોર્ડ પર તેને સોલ્વ કરી સમજાવે છે. આ રીતે વિદ્યાર્થીને તેમની સમસ્યાનું સમાધાન મળે છે અને બીજા વિદ્યાર્થી પણ શીખે છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવે છે.