બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જમ્મુ કાશ્મીરના કાશ્મીરમાં LoC પર પાક તરફથી ભારે ગોળીબાર...ભારતના 2 જવાન શહિદ

જમ્મુ કાશ્મીરમા પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારી બાદ અહીં તણાવની સ્થિતિ છે. એલઓસી પાસે આવેલા વિસ્તારમાં પાકિસ્તાનના ગોળીબાર બાદ 3 ભારતીય જવાન શહીદ થયા છે.   

 જમ્મૂ-કાશ્મીરમાં ગુરૂવારે પાકિસ્તાન તરફથી થયેલી ભારે ગોળીબારીમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ ઉત્તર કાશ્મીરના કુપવાડા અને જમ્મૂ ડિવિઝનના પુંછ જિલ્લામાં થઈ છે. પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારી બાદ એલઓસી પર તણાવની સ્થિતિ બની ગઈ છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર, પાકિસ્તાન તરફથી જમ્મૂ-કાશ્મીરના કુપવાડા સ્થિત નૌગામ સેક્ટર અને પુંછ જિલ્લાના કેજી સેક્ટરમાં બુધવાર મોડી રાતથી ગોળીબારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી આ વિસ્તારમાં થયેલ ફાયરિંગ બાદ ભારે તણાવનો માહોલ બનેલો છે. પાકિસ્તાની સેનાના જવાનોએ અહીં પર રહેણાંક વિસ્તારમાં પણ ગોળીબાર કર્યો છે.

 

ગ્રામીણોને સુરક્ષિત સ્થાન પર કરવામાં આવ્યા શિફ્ટ

પાકિસ્તાન તરફથી ગોળીબારી વચ્ચે જવાબી કાર્યવાહીમાં પુંછમાં સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થયા બાદ શહીદ થયો છે. આ સિવાય નૌગામ સેક્ટરમાં બે જવાન શહીદ થયા છે. નિયંત્રણ રેખા પર થયેલી ગોળીબારી બાદ એલઓસી અને સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય નિયંત્રણ રેખાની પાસે આવેલા રહેણાંક વિસ્તારોમાં ગ્રામીણોને સુરક્ષિત સ્થળ પર શિફ્ટ પણ કરવામાં આવ્યા છે.