બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઘરની નેગેટિવિટી દૂર કરવા માટે દરવાજા સામે લાફિંગ બુદ્ધા અને દરવાજા પાછળ લાલ રીબીનમાં બાંધેલાં ત્રણ સિક્કા લગાવો


વાસ્તુમાં ઘરની નકારાત્મકતા દૂર કરવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે, આ ટિપ્સ અપનાવવાથી ઘરના વાસ્તુદોષ દૂર થઇ શકે છે


ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે, તેના માટે જરૂરી છે કે, ઘરનું વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે, ત્યાં નકારાત્મકતા વધારે રહે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં રહેતાં લોકોના વિચાર નકારાત્મક થઇ શકે છે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાત પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે વાસ્તુની થોડી ખાસ વસ્તુઓ, જેને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થઇ શકે છે...




લાફિંગ બુદ્ધાની મૂર્તિ ડ્રોઇંગ રૂમમાં રાખવી જોઇએ. મૂર્તિનું મુખ મુખ્ય દ્વાર સામે રાખો. ધ્યાન રાખો આ મૂર્તિ રસોડા કે બેસમેન્ટમાં રાખશો નહીં. લાફિંગ બુદ્ધાની મૂર્તિ થોડાં ઊંચા સ્થાને રાખો. સમયે-સમયે મૂર્તિની સાફ-સફાઈ કરતાં રહેવું જોઇએ.




વિન્ડ ચાઇમ્સ લાકડા, લોખંડ અને વિવિધ ધાતુના બનેલાં હોય છે. ઘરની પશ્ચિમ અને ઉત્તર દિશામાં લટકાવવા માટે ધાતુથી બનેલાં વિન્ડ ચાઇમ્સ શુભ રહે છે. જ્યારે પૂર્વ અને દક્ષિણ દિશા માટે લાકડા અને માટીના બનેલાં વિન્ડ ચાઇમ્સ સૌથી સારા માનવામાં આવે છે.




લાલ રીબીનમાં બાંધેલાં 3 અને 5 પીત્તળના સિક્કા બજારમાં સરળતાથી મળી જાય છે. આ સિક્કાની આસપાસ પોઝિટિવિટિ બની રહે છે. ઘરના મુખ્ય દ્વારની અંદર તરફ લાલ રીબીનમાં બાંધેલાં ત્રણ સિક્કા લટકાવવા જોઇએ. તેનાથી ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે.




લીલુછમ મની પ્લાન્ટ શુભ રહે છે. તેના પાનનું સુકાઇ જવું, પીળા કે સફેદ થઇ જવું અશુભ માનવામાં આવે છે. એટલે તેના ખરાબ પાન તરત દૂર કરી દેવા જોઇએ. વૃક્ષની દેખરેખ યોગ્ય રીતે કરવી જોઇએ. મની પ્લાન્ટ ઘરમાં પણ રાખી શકાય છે. મની પ્લાન્ટને પાણીમાં રાખવું સૌથી સારું મનાય છે. તેનું પાણી સમયે-સમયે બદલતાં રહેવું જોઇએ.