બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હવેથી ભારતમાં લાગશે મિઠ્ઠાઇના પેકેટ પર એકસપાયરી ડેટ તેનાથી શું થશે ગ્રાહકોને ફાયદો જાણો આ અહેવાલમાં...

મિઠાઈ પર એક્સપાયરી ડેટના નિયમથી કંદોઈઓ પરેશાન
સ્ટિકર, લેબલ, ફલક ઉપાય યોજનાની ઝંઝટ ટેમ્પરેચર, મિક્સ મિઠાઈ બાબતે મુંઝવણ

કંદોઈની દુકાનમાં મળતી છૂટક મીઠાઈ પર એક્સપાયરી ડેટની સૂચનાને ફરજિયાત કરાતાં કંદોઈનું કામ વધી ગયું છે. આ નિયમનું પાલન કરવામાં શરૃઆતના મહિને અનેક અડચણ આવશે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. મુદત પૂરી થયેલી મિઠાઈ ખાતાં ખોરાકી ઝેર થઈ શકે છે. એ વાત ધ્યાનમાં લઈને અન્ન અને સુરક્ષા પ્રશાસને પહેલી ઓક્ટોબરથી છૂટક મીઠાઈ પર કાળમર્યાદાની સૂચના આપવી બંધનકારક કરી છે. આ નિયમની અમલ બજાવણી નહીં થતાં એક લાખ સુધીનો દંડ વસૂલવાની સૂચના પ્રશાનને આપી છે. 

એક્યપાયરી ડેટ નાખવામાં વાંધો નથી પણ તેની પાછળથી અડચણ પણ સમજવી જોઈએ. માત્ર કાળમર્યાદા લગાવીને ચાલશે નહીં, તે પદાર્થ કઈ રીતે  ટકાવવો એ બાબતની સૂચનાવલી ગ્રાહકોને આપવી પડશે, એવી પ્રતિક્રિયા હલવાઈઓ આપી રહ્યા છે.

દરેક મીઠાઈની બનાવટ જુદી હોવાથી કાળમર્યાદા પણ જુદી હોય છે. કયો પદાર્થ કેટલા તાપમાનમાં રાખવો એના પર પણ અવલંબે છે. કાજુકતરી સામાન્ય તાપમાંનમાં રહી શકે, પણ રસગુલ્લા ફ્રીજમાં રાખવા પડે છે. ગડબડ થાયતો તારીખ પૂર્વે જ બગડી શકે છે. સ્ટીકર અને લેબલ તૈયાર કરનારા ઉપલબ્ધ નથી. અનકેવાર લોકો મિક્સ મિઠાઈ ખરીદતા હોય છે. તેમાં કઈ કાળમર્યાદા રાખવી એ સવાલ છે. દંડની રકમ બાબતે પણ નારાજગી છે. નાશવંત પદાર્થ હોવાથી કોઈ હેતુપૂર્વક આવું કરે નહીં તેમ છતાં લાખ જેટલો દંડ વસુલવાનું યોગ્ય નથી.