બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અકસ્માતને લઈને સરકારે નિયમ બદલ્યો...

સામાન્ય રીતે રોડ ઉપર જ્યારે કોઇ અકસ્માત થાય છે, ત્યારે લોકગો પોલીસના ડરના કારણે કોઇ મદદ કરતા નથી. કારણ કે ઘણા વખત અકસ્માતના કેસમાં મદદ કરનાર વ્યક્તિને જ હેરાન થાવાનો વારો આવે છે. પોલીસ આવી વ્યક્તિને હેરાન કરે છે અથવા તો તેને બધુ કામ મૂકીને પોલીસ સ્ટેશનના ચક્કર મારવા પડે છે. ત્યારે હવે રોડ અકસ્માતમાં મદદ કરનાર લોકોને કાયદાકિય કાર્યવાહીથી દૂર રાખવા માટે સરકારે નવા નિયમ જાહેર કર્યા છે. 

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરેલી સુચના પ્રમાણે હોસ્પિટલ કે પોલીસ અકસ્માત કે દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર પહોંચનારા લોકોના નામ, એડ્રેસ, ઓળખ, મોબાઇલ નંબર સહિતની પર્સનલ માહિતી માંગી શકે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો હવે તમે કોઇ પણ એક્સિડેન્ટના શિકાર થયેલા લોકોની ડર્યા વગર મદદ કરી શકશો. 

નવા નિયમ પ્રમાણે લોકોની મદદ કરનારા લોકો સાથે સમ્માનજનક વ્યવહાર કરવામાં આવશે. તો સાથે એ વાત પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે મદદ કરનાર વ્યક્તિ ઇચ્છે તો સામેથી પોતાની પર્સનલ ડિટેઇલ અધિકારીઓને આપી શકે છે. સાથે જ સરકારે નિર્દેશ આપ્યો છે કે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોએ પોતાની એન્ટ્રેસ અને વેબસાઇટ ઉપર મદદ કરનારા સારા નાગરિકોના અધિકારો વિશેની માહિતિ આપવી પડશે. 

કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા નિયોમોની અંદર કહેવામાં આવ્યું છે કે જો કોઇ વ્યક્તિ અકસ્માતના કેસમાં સ્વેચ્છાએ સાક્ષી બને છે, તો તેની સાથે નવા કાયદા પ્રમાણે જ પૂછપરછ કરવામાં આવશે. જે માટે મોટર વ્હિકલ એક્ટ 2019માં એક ધારાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે અનુસાર મદદ કરનાર વ્યક્તિને અકસ્માત કે મોત માટે જવાબદાર ગણવામાં નહીં આવે અને તેની સામે કોઇ કેસ પણ નહીં થાય.