બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સરકાર પાસે ગુજરાતના કલાકારોએ લોન કેમ માંગવી પડી ??


દુનિયા કોરોના મહામારીમાં સપડાઈ છે ત્યારે કોરોના નો ભોગ ગુજરાતના કલાકારો પણ બન્યા છે. સંગીતની દુનિયાના માધ્યમથી જીવન નિર્વાહ કરતા કલાકારો માત્ર 10,000 રૂપિયાની લોન મળે તેના માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. 

આ વિશે બોલિવુડ હબના ડાયરેક્ટર ગ્રીષ્મા ત્રિવેદીને પોતાના અંગત ડોક્યુમેન્ટ આપી મદદ માટે અપીલ કરી છે. મદદ માંગનાર કલાકારોમાં સિંગર, રોટો પ્લેયર, ઓક્ટોપેડ પ્લેયર, ગિટારીસ્ટ, ઢોલી, તબલાવાદક, સાઉન્ડ ઓપરેટર, સ્ક્રીપટ રાઇટર, કેમેરામેન, લાઈટમેનનો સમાવેશ થાય છે.કલાકારોને હવે અસ્તિત્વ ટકારી રાખવાનો સવાલરાજ્યના અલગ અલગ જિલ્લાઓ જેમ કે, અમદાવાદ, બોટાદ, ભાવનગર, કચ્છ, રાજકોટ, મહેસાણા, પાટણ, દ્વારકાના કલાકારો 6 મહિનાથી બેરોજગાર છે. આ 300 થી વધુ કલાકારો મદદની ગુહાર લાગવતા સામે આવ્યા છે.


 પરંતુ મદદની અપેક્ષા રાખનાર કલાકારોની સંખ્યા હજારોમાં છે. આ વિશે ગ્રીષ્મા ત્રિવેદીએ કહ્યું કે, આ તમામ ભૂતકાળમાં મારા સંપર્કમાં આવેલા આ કલાકારો છે, મદદ માટે પ્રયાસ કરતા કલાકારોની સંખ્યા હજારોમાં છે. સરકાર કલાકાર રાહતનિધિ ફંડમાંથી કલાકારોને મદદ કરે નહિ તો કલાકારોને તેમનું અસ્તિત્વ ટકાવી રાખવું  મુશ્કેલ બનશે. હવે નવરાત્રિમાં ગરબાના આયોજનને પણ મંજૂરી મળવાની નથી એવામાં આ કલાકારોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ.


કલાકારો કોઈપણ વ્યવસાય કરવા તૈયાર છે. પરંતુ 6 મહિના બાદ કોઈ નવો વ્યવસાય શરૂ કરવા પૂરતા નાણાં પણ તેમની પાસે નથી. આ ડોક્યુમેન્ટ્સ કલાકારોએ મને લોન મળી રહે એ માટે મોકલ્યા છે. માત્ર 10 હજાર રૂપિયાની પણ લોન માટે તેઓ તૈયાર છે, મારા લેવલથી પ્રયત્ન કરીશ. પરંતુ કલાકારો માટે સરકાર કોઈ યોજના શરૂ કરે તે જરૂરી છે.