બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાતની જેલોમાં કેદીઓ બનશે રેડિયો જોકી (RJ) શું છે સમગ્ર અહેવાલ જાણો..


ગુજરાતમાં પહેલીવાર:હવે જેલમાં સંભળાશે રેડિયોની ગુંજ, કેદીઓ બનશે જોકી, બ્રોડકાસ્ટ-એનાઉન્સમેન્ટની ટ્રેનિંગ શરૂ.બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના દિવસે આ રેડિયોની શરૂઆત થશે

જેલમાં બંધ કેદીઓ સતત માનસિક તાણ ભોગવતા હોય છે. જેલની ચાર દીવાલોની બહાર શું થાય છે તેઓ માત્ર અખબારો દ્વારા જાણી શકે છે, પરંતુ તેમને મનોરંજન માટે કોઈ સાધન ઉપલબ્ધ થતું નથી. ત્યારે હવે ગુજરાતમાં સૌપ્રથમ સાબરમતી મધ્યસ્થ જેલમાં રેડિયો શરૂ થવાનો છે, જેમાં તેમને જરૂરી માહિતી અને મનોરંજન પૂરાં પડાશે. એટલું જ નહીં, આ રેડિયોનું સંચાલન પણ કેદીઓ દ્વારા જ કરવામાં આવશે અને એ ગાંધીજયંતીના દિવસે શરૂ થશે.

રેડિયોના પ્રોગ્રામ પણ ડિઝાઇન કરવામાં આવ્યા
સાબરમતી મધ્યસ્થ જેલ હવે ગુજરાતની સૌપ્રથમ જેલ બનવા જઈ રહી છે, જેમાં કેદીઓ માટે અને કેદીઓ દ્વારા પ્રિઝન રેડિયોની શરૂઆત થઈ રહી છે. 2જી ઓક્ટોબરના ગાંધીજયંતીના દિવસે આ રેડિયોની શરૂઆત થશે. આ રેડિયોના પ્રોગ્રામ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે. રેડિયો દ્વારા કેદીઓને કાયદાકીય બાબતો સમજાવવામાં આવશે.

રેડિયોની સાથે સ્વાસ્થ્ય માટે પણ વ્યવસ્થા કરવામાં આવી
તેની સાથે રોજ સ્વાસ્થ્ય અને શૈક્ષણિક બાબતની માહિતી ઓન એર કરવામાં આવશે. કેદીઓને રોજ મનોરંજન અને ઉપયોગી માહિતી મળી રહે એ માટે પ્રિઝન રેડિયો શરૂ કરાશે. પ્રાયોગિક ધોરણે હવે કેદીઓને રેડિયો બ્રોડકાસ્ટ અને એનાઉન્સમેન્ટ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. જેલ દ્વારા હવે રેડિયોની સાથે સ્વાસ્થ્ય માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલના સ્ટાફ, અધિકારી અને પરિવારજનો માટે પણ સ્ટાફ ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવશે.