બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મુકેશ ખન્નાએ 'ધ કપિલ શર્મા શો'ને જે કહ્યુ તે સાંભળી આપ પણ ચોંકી જશો



'ધ કપિલ શર્મા શો'ના હાલના એપિસોડમાં બી આર ચોપરાના શો 'મહાભારત'ના લીડ એક્ટર્સ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જોકે, આ એપિસોડમાં સિરિયલમાં ભીષ્મનો રોલ પ્લે કરનાર મુકેશ ખન્ના આવ્યા નહોતા. મુકેશ ખન્નાને સોશિયલ મીડિયામાં સતત આ સવાલ પૂછવામાં આવતો હતો. મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે આ શોને વાહિયાત તથા ઢંગધડા વગરનો કહ્યો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી.


મુકેશ ખન્નાએ શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે ગુરુવાર, 1 ઓક્ટોબરના રોજ સવારે છ ટ્વીટ કરી હતી. આ સાથે જ ફેસબુકમાં પણ એક પોસ્ટ પણ શૅર કરી હતી. જોકે, આ તમામ બાબતો તેમણે પછી ડિલિટ કરી નાખી હતી.

ખન્નાએ ટ્વીટમાં કહ્યું હતું, 'આ પ્રશ્ન વાઈરલ થઈ ગયો છે કે 'મહાભારત' શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહ્યું કે તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી. કોઈ કહે છે કે તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે 'મહાભારત' ભીષ્મ વગર અધૂરું છે. સાચી વાત એ છે કે આમંત્રણ ના આપવાનો તો સવાલ જ નથી. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.'

બીજી ટ્વીટમાં કહ્યું હતું, 'એ પણ સાચી વાત એ છે કે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે. મોટામાં મોટા એક્ટર જાય છે. જતા હશે પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે 'રામાયણ' બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.'