25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેશમાં ક્યાં શરૂ રહી અનોખી સ્કીમ સૂકો કચરો આપો અને ઘરે લઇ જાવ દૂધ- બ્રેડ અને ચોખા-દાળ..

ગોવાની રાજધાની પણજીમાં નગર નિગમ બે ઓક્ટોબરથી 'શોપ વિથ યોર વેસ્ટ કેમ્પેઇન' (SWYWC) શરૂ કરશે. આ અંતર્ગત લોકોને સુકા કચરાની જગ્યાએ જરૂરી ચીજો આપવામાં આવશે. એટલે કે કોઈ પણ પ્રકારની કિંમત લીધા વગર જરૂરી વસ્તુ આપશે. આ વસ્તુ લેવા માટે તમારે ફક્ત સુક્કો કચરો આપવાનો રહેશે.પણજી નગર નિગમના અધિકક્ષ સંજ

બે ઓક્ટોબરથી નગર નિગમ દ્વારા શરૂ કરવામાં આવી આ સ્કીમ

ગોવાની રાજધાની પણજીમાં નગર નિગમ બે ઓક્ટોબરથી 'શોપ વિથ યોર વેસ્ટ કેમ્પેઇન' (SWYWC) શરૂ કરશે. આ અંતર્ગત લોકોને સુકા કચરાની જગ્યાએ જરૂરી ચીજો આપવામાં આવશે. એટલે કે કોઈ પણ પ્રકારની કિંમત લીધા વગર જરૂરી વસ્તુ આપશે. આ વસ્તુ લેવા માટે તમારે ફક્ત સુક્કો કચરો આપવાનો રહેશે.

પણજી નગર નિગમના અધિકક્ષ સંજીથ રોડ્રીગ્સે જણાવ્યુ હતું કે, ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર તેને શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને જર્મન સરકાર વિકાસ નિગમ અને થિંક ટેંક ઉર્જા તથા સંસાધન સંસ્થા દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે.નગર નિગમના પ્રમુખે જણાવ્યુ છે કે, આ યોજના ફક્ત પણજીના દુકાનદારો માટે છે. આ અભિયાનને 21મી સદીના પોલિમર પ્રાઈવેટ લિમિટેડના સમર્થન દ્વારા ચલાવાામં આવશે. જેને તેઓ મોટા પાયે રિસાઈકિલર્સના ખરીદદાર છે.લોકોને સામાન લેવા માટે ફરી વાર ઉપયોગમાં લઈ શકાય તેવો કચરો ઘરેથી લાવવાનો રહેશે. જેમ કે દૂધના ખાલી પેકેટ, કાર્ડબોર્ડ, તૂટેલી બોટલ. આવા સામાનના બદલામાં આપને બ્રેડ, દૂધ, ઈંડા, ચોખા, દાળ વગેરે મળશે. જણાવી દઈએ કે, અગાઉ કચરાના બદલામાં બોટલના સામાન આપવાની વાત બની ચુકી છે પણ કચરાના બદલામાં ખાવા-પિવાની વસ્તુની શરૂઆત પહેલી વાર કરવામાં આવી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments