બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દેશમાં ક્યાં શરૂ રહી અનોખી સ્કીમ સૂકો કચરો આપો અને ઘરે લઇ જાવ દૂધ- બ્રેડ અને ચોખા-દાળ..


ગોવાની રાજધાની પણજીમાં નગર નિગમ બે ઓક્ટોબરથી 'શોપ વિથ યોર વેસ્ટ કેમ્પેઇન' (SWYWC) શરૂ કરશે. આ અંતર્ગત લોકોને સુકા કચરાની જગ્યાએ જરૂરી ચીજો આપવામાં આવશે. એટલે કે કોઈ પણ પ્રકારની કિંમત લીધા વગર જરૂરી વસ્તુ આપશે. આ વસ્તુ લેવા માટે તમારે ફક્ત સુક્કો કચરો આપવાનો રહેશે.

પણજી નગર નિગમના અધિકક્ષ સંજીથ રોડ્રીગ્સે જણાવ્યુ હતું કે, ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર તેને શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને જર્મન સરકાર વિકાસ નિગમ અને થિંક ટેંક ઉર્જા તથા સંસાધન સંસ્થા દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે.નગર નિગમના પ્રમુખે જણાવ્યુ છે કે, આ યોજના ફક્ત પણજીના દુકાનદારો માટે છે. આ અભિયાનને 21મી સદીના પોલિમર પ્રાઈવેટ લિમિટેડના સમર્થન દ્વારા ચલાવાામં આવશે. જેને તેઓ મોટા પાયે રિસાઈકિલર્સના ખરીદદાર છે.લોકોને સામાન લેવા માટે ફરી વાર ઉપયોગમાં લઈ શકાય તેવો કચરો ઘરેથી લાવવાનો રહેશે. જેમ કે દૂધના ખાલી પેકેટ, કાર્ડબોર્ડ, તૂટેલી બોટલ. આવા સામાનના બદલામાં આપને બ્રેડ, દૂધ, ઈંડા, ચોખા, દાળ વગેરે મળશે. જણાવી દઈએ કે, અગાઉ કચરાના બદલામાં બોટલના સામાન આપવાની વાત બની ચુકી છે પણ કચરાના બદલામાં ખાવા-પિવાની વસ્તુની શરૂઆત પહેલી વાર કરવામાં આવી છે.