પોલાર્ડ-પંડ્યાની ધમાકેદાર બેટિંગ, મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યા 191 રન
T-20 લીગની 13મી સિઝનની 13મી મેચ આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. અબુધાબીમાં શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાઈ રહેલી આ મેચમાં બંને ટીમો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી દેવા તત્પર છે. પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા ફીલ્ડીગ કરવાનું પસંદ કર્યુ હતુ. જો કે મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ પણ ટોસ દરમ્યાન પોતે પહેલા બેટીંગ ઈચ્છી રહ્યા હતા. ટીમ પંજાબે આજે મુરુગન અશ્વિનના સ્થાને કૃષ્ણપ્પા ગૌતમને અંતિમ ઈલેવનમાં સામેલ કર્યો હતો. ટીમ મુંબઇએ પહેલા બેટીંગ કરતા જ કેપ્ટન ઇનીંગ રમતા રોહિત શર્માએ 70 રન કર્યા હતા. પોલાર્ડ અને હાર્દીકની જોડીએ અંતિમ ત્રણ ઓવરમાં ધુંઆધાર બેટીંગ કરતા 20 ઓવરમાં ટીમે 191 રનનો સ્કોર માત્ર ચાર વિકેટે કર્યો હતો.