ચીનાઓ કોરોનાને ભૂલીને લાખોની સંખ્યામાં ભેગા થઈ સ્થાપના દિનની ઉજવણી કરી
ચીનનો સ્થાપના દિવસ ઉજવાયો હતો. કોરોના પછી ચીનમાં પહેલી વખત મોટા તહેવારની ઉજવણી થઈ હતી. લાખો લોકો આ સેલિબ્રેશનમાં જોડાયા હતા અને કોરોના મહામારી ભૂલીને લોકોએ ઉજવણી કરી હતી. દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં અસંખ્ય લોકોએ કોરોનાના ભય વચ્ચે મુસાફરી કરી હતી.
ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ ઉજવણીના ભાગરૃપે ચીનમાં આઠ દિવસની જાહેર રજા હોય છે. લોકોએ એ જાહેર રજાઓમાં સેલિબ્રેશન શરૃ કર્યું છે. કોરોનાના ભય વચ્ચે ચીનમાં પહેલી વખત રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થઈ હતી.
ચીની નવા વર્ષ વખતે લોકડાઉન ચાલતું હતું એટલે એ વખતે સરકારે ઉજવણીની પરવાનગી આપી ન હતી, પરંતુ આ વખતે ચીનના સ્થાપના દિવસે લોકોને સેલિબ્રેશનની અને પ્રવાસની છૂટ મળતા અસંખ્ય લોકોએ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતનો પ્રવાસ કર્યો હતો. ચીનના ૭૧મા સ્થાપના દિવસની ઉજવણીમાં લોકો જાણે કોરોનાનો ભય ભૂલી ગયા હતા.
આ તહેવારમાં ચીનના લોકો સગા-સંબંધીઓને મળવા જતા હોવાથી ટ્રાવેલમાં તેજી આવે છે. એટલું જ નહીં, ફરવા લાયક સ્થળોએ પણ લોકો આ દિવસોમાં મુલાકાત લે છે. તેના કારણે ટૂરિઝમ ક્ષેત્રને પણ માતબર કમાણી થાય છે. કોરોનાના નવ મહિનામાં પહેલી વખત ચીનમાં લોકોને આટલી છૂટછાટ મળી હોવાથી લોકો સેલિબ્રેશનમાં વ્યક્ત થઈ ગયા છે.
દરમિયાન તિબેટિયન સમુદાયે ધર્મશાળામાં ચીનના સ્થાપના દિવસે ચીનની નીતિ વિરૃદ્ધ પ્રદર્શનો કર્યા હતા. તે ઉપરાંત તાઈવાન અને હોંગકોંગમાં પણ લોકોએ ચીનની વિરૃદ્ધમાં દેખાવો કર્યા હતા.
ચીન-ભારત વચ્ચે સરહદે તંગદિલી હોવાથી રાજદ્વારી સંબંધો તંગ બની ગયા છે. એ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ચીનના નાગરિકોને ચીનના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટરમાં ચીનને શુભેચ્છા પાઠવી હતી.