બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગાંધીઆશ્રમમાં આજે ઓનલાઇન સર્વધર્મ પ્રાર્થના યોજાશે


આજે રજી ઓક્ટોબરે 151મી ગાંધીજયંતિની ઉજવણી પર પણ કોરોનાની અસર વર્તાઇ છે. દર વર્ષે અમદાવાદ સિૃથત ગાંધીઆશ્રમમાં ગાંધી જયંતિના દિને સર્વધર્મ પ્રાર્થના આયોજીત કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સર્વધર્મ પ્રાર્થનામાં કોઇ મહાનુભાવને આમંત્રણ અપાયુ નથી બલ્કે માત્ર મર્યાદિત લોકો જ આ પ્રાર્થનામાં ઉપસિૃથત રહેશે.એટલું જ નહીં, ગાંધીઆશ્રમની  વેબસાઇટ https://gandhiashramsabarmati.org પર ઓનલાઇન સર્વધર્મ પ્રાર્થના નિહાળી શકાશે .

ગુજરાતમાં હજુય કોરોનાનુ સંક્રમણ યથાવત રહ્યુ છે. અનલોક-4 પછી ય જાહેર સ્મારકો ખુલ્લા મૂકાયા નથી. તે જોતાં અમદાવાદમાં ગાંધીઆશ્રમના દ્વાર હજુય મુલાકાતીઓ માટે બંધ રહ્યાં છે. લોકડાઉન બાદ ગાંધીઆશ્રમ બંધ રહ્યો છે. દર વર્ષે ગાંધીજયંતિના દિવસે ગાંધીઆશ્રમમાં મહાનુભાવોનુ વકતવ્યનુ આયોજન કરાય છે સાથે સાથે સર્વધર્મ પ્રાર્થના પણ યોજાય છે.


આ વર્ષે કોરોનાને લીધે આખાય કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનામાં ટ્રસ્ટના ચાર-પાંચ લોકો ઉપરાંત અન્ય ધર્મના આગેવાનો ઉપસિૃથત રહેશે.આ સર્વધર્મ પ્રાર્થના વેબસાઇટ પર લાઇવ કરવામાં આવશે. સામાન્ય રીતે ગાંધીઆશ્રમ મુલાકાતીઓથી ધમધમતો હોય છે પણ લોકડાઉન બાદ આશ્રમ સૂમસામ ભાસી રહ્યો છે.


સામાન્ય દિવસોમાં આશ્રમની મુલાકાતે આવનારાં દેશ વિદેશના મુલાકાતીઓ મહાત્મા ગાંધીના પુસ્તકો, બાપુની પ્રતિમા ,કિચન, ફોટોગ્રાફ,ગાંધી પેન, ચરખો સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરે છે. દર વર્ષે ગાંધીઆશ્રમમાં મુલાકાતીઓ અંદાજે બે કરોડની ચીજવસ્તુઓનીખરીદી કરે છે.જોકે, માર્ચથી ગાંધીઆશ્રમ બંધ છે જેના કારણે આ વખતે મુલાકાતીઓ આવી શક્યા નથી પરિણામે આશ્રમને રૂા.50 લાખથી વધુની આવક ગુમાવવી પડી છે.