બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જો તમારા પેટમાંથી ગુડગુડ અવાજ આવતો હોય તો ચેતી જજો

આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિએ પેટની ખરાબીની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં પેટ ખરાબ થવા કે કારણ વગર ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ તેમ થઇ શકે છે. ખાલી પેટમાં ગેસ બનવાથી પેટમાં ભારેપણુ અનુભવાય છે. લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો. આ પરેશાની પર ધ્યાન ન આપવાથી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.


લાંબા સમય સુધી દવાનું સેવન કરો તો પણ પેટમાં ગુડગુડ અવાજ આવે છે. આવા સંજોગોમાં ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કે એક્સ-રે કરાવવાનું પણ કહે છે, કેમ કે આંતરડાંના કેન્સર પહેલાં આવી સમસ્યા થતી હોય છે. તેથી કોઇ પણ પ્રકારની સમસ્યા થાય તો તેની અવગણના ન કરતાં ડોક્ટરનો સંપર્ક કરો, જેથી બીમારીનો ઇલાજ સમયસર થઇ શકે.

• ખાસ કરીને લોકો ભોજનને સારી રીતે અને ચાવીને ખાતા નથી. તેથી પેટમાં ગેસ ભરાઇ જાય છે. તેથી જ્યારે ભોજન અન્નનળીથી નીચે ઊતરે છે તોસાથે હવા પણ અંદર પ્રવેશે છે. આ કારણે પેટમાંથી અવાજ આવવા લાગે છે.
• ભોજનને પચાવવાની પ્રક્રિયાના સમયે જ્યારે એન્ઝાઇમ્સથી જમવાનું તૂટે છે તો પેટમાં ગેસ બને છે, જે પેટમાંથી અવાજ નીકળવાનું કારણ બને છે.
• કેટલાય કલાકો સુધી કંઇ પણ ખાધા વગર પેટમાં ગેસ થઇ શકે છે. તેનાથી પાચનતંત્ર નબળું પડે છે અને પેટમાંથી અવાજ આવવા લાગે છે.

આટલું રાખો ધ્યાન
• જમવામાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર પદાર્થોનું સેવન કરો. આદુંને તમારા ડેઇલી રૂ‌િટનમાં સામેલ કરો
• વધુ સમય સુધી ભૂખ્યા રહેવાથી બચો. ભૂખ લાગે તો તાત્કાલિક ચાવીને ભોજન કરો.
• ચા-કોફીનું સેવન ઓછી માત્રામાં કરો
• કોબીજ, બ્રોકલી, બીન્સ વગેરે વસ્તુઓના સેવનથી ગેસની સમસ્યા થાય છે. તેના સેવનથી બચો. રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીઓ.
• યોગ્ય માત્રામાં ઊંઘ લો