બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદમાં કાંકરિયા તળાવ ખુલ્લુ મુકાયાના પહેલાં દિવસે 2 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

કોરોનાના કહેર વચ્ચે કાંકરિયા લેક ખુલ્લું મુકવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનાથી બંધ કાંકરિયા લેક ખુલતાની સાથે જ પહેલા દિવસે 2 હજારથી વધારે મુલાકાતીઓ આવ્યા હતા. કાંકરિયામાં લેક, બાળવાટિકા તેમ જ બટરફ્લાય પાર્ક પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વિવિધ રાઈડ્સ, અટલ એક્સપ્રેસ, કિડ્સ સિટી સહિતના મનોરંજનો જેવા બાકીના આકર્ષણના કેન્દ્ર હજી પણ બંધ રાખવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે કાંકરિયાના 7 ગેટમાંથી 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેમાં ગેટ નંબર 1, 3 અને 4નો સમાવેશ થાય છે. બટરફ્લાય પાર્ક અને બાળવાટિકામાં એક સાથે સો લોકોને પ્રવેશ આપવામાં આવશે અમદાવાદની શાન ગણાતું કાંકરિયા લેક ગુરુવારથી ખુલતા જ મુલાકાતીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.