અમેરિકામાં વસતા ભારતીયોમાંથી 6.5 લાખ લોકો ગરીબી રેખાની નીચે.
દુનિયામાં લાખો લોકો માટે અમેરિકા જાણે સપનાનો દેશ છે.આવી ધારણા રાખનારામાં ઘણા ભારતીયો પણ હોય છે.અમેરિકામાં વસવા માટે લોકો આતુર હોય છે.જોકે બધુ પીળું એ સોનુ નથી હોતુ એ ન્યાયે અમેરિકાને લઈને પણ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.અમેરિકામાં રહેતા 42 લાખ ભારતીય મૂળના અમેરિકનોમાંથી 6.5 લાખ લોકો ગરીબ
અમેરિકામાં રહેતા 42 લાખ ભારતીય મૂળના અમેરિકનોમાંથી 6.5 લાખ લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે અને કોરોનાની મહામારીના કારણે આ આંકડો વધે તેવી શક્યતા છે.
દુનિયામાં લાખો લોકો માટે અમેરિકા જાણે સપનાનો દેશ છે.આવી ધારણા રાખનારામાં ઘણા ભારતીયો પણ હોય છે.અમેરિકામાં વસવા માટે લોકો આતુર હોય છે.
જોકે બધુ પીળું એ સોનુ નથી હોતુ એ ન્યાયે અમેરિકાને લઈને પણ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.અમેરિકામાં રહેતા 42 લાખ ભારતીય મૂળના અમેરિકનોમાંથી 6.5 લાખ લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે અને કોરોનાની મહામારીના કારણે આ આંકડો વધે તેવી શક્યતા છે.
તાજેતરમાં અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા જોહન હોપકિન્સની પોલ નિત્ઝ સ્કૂલ ઓફ એડવાન્સ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એક સંશોધનમાં આ ખુલાસો થયો છે.જેના પરિણામો ગુરુવારે જાહેર કરાયા હતા.સંશોધકોનુ કહેવુ છે કે, અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોમાં પણ બંગાળી અને પંજાબી સમુદાયમાં ગરીબી વધારે જોવા મળે છે.આ પૈકીના એક તૃતિંયાશ લોકો લેબર ફોર્સનો હિસ્સો નથી જ્યારે 20 ટકા તો એવા છે જેમની પાસે અમેરિકન નાગરિકતા પણ નથી.
ઈન્ડિયાસ્પોરા નામની સંસ્થાના સ્થાપક એમ આર રંગાસ્વામીનુ કહેવુ છે કે, ગરીબીમાં રહેતા અમેરિકન ભારતીયોની સ્થિતિ તરફ ધ્યાન દોરવુ જરુરી છે.આ યોગ્ય સમય છે.કારણકે કોરોનાના કારણે ઈકોનોમી પર પણઅવળી અસર પડવાની છે.સામાન્ય રીતે ભારતીયોને સાધન સંપન્ન માનવામાં આવે છે પણ ભારતીય મૂળના લોકોમાં પણ ગરીબી છે તે અંગે જાગૃતિ લાવવી પડે તેમ છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com