બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વર્ક ફ્રોમ હોમના કારણે ભારતીયોમાં વધી એંગ્જાયટી અને ટેન્શન.

ભારતમાં વર્ક ફ્રોમ હોમ કરનાર લોકો બર્નઆઉટની અસ્વસ્થ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ કામ અને અંગત જીવન વચ્ચે અંતર ન રાખી શકવાનું છે. આ ઉપરાંત કોરોના વાયરસથી સંક્રમિત થઇ જવાનો ભય પણ તેમાં સામેલ છે. આ ટ્રેન્ડ માઇક્રોસૉફ્ટના તાજેતરના વર્ક ટ્રેન્ડ ઇન્ડેક્ષ રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે. તેમાં જાણવા મળ્યુ છે કે ભારતમાં છેલ્લા છ મહિના દરમિયાન એક તૃતિયાંશ કામ કરનાર લોકોમાં બર્નઆઉટની સમસ્યા વધી છે.. 

માઇક્રોસૉફ્ટે ભારત, સિંગાપુર, જાપાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશ સહિત કુલ આઠ દેશોને 6 હજાર કામ કરનાર લોકો પર સર્વે કર્યો હતો. માઇક્રોસૉફ્ટ મીટિંગ એપ મારફતે કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યુ છે કે આ દેશોમાં ભારત બીજા સ્થાન પર છે, જેમાં કામ કરનાર લોકોમાં અસ્વસ્થતાના રેટમાં વૃદ્ધિ થઇ છે. 

માઇક્રોસૉફ્ટ વર્ક ટ્રેન્ડ ઇન્ડેક્ષમાં જાણવા મળ્યુ છે કે 41 ટકા વર્કફૉર્સ ભારતમાં વધતા તણાવનો સામનો કરી રહ્યો છે અને તેમાં મુખ્ય કારણ અંગત જીવન અને કામ વચ્ચે કોઇ તફાવત ન હોવાનું જાણવા મળ્યું છે. તેનાથી તેમના સારા જીવન પર પણ અસર પડી છે. તેનું કારણ ઑફિસના લોકો સાથે લાંબી વાતચીત, કામ કરવાના કલાકો વધવા અને સમયની કોઇ મર્યાદા નક્કી ન હોવી છે. 

સર્વેના 23 ટકા લોકોનું કહેવું છે કે મીટિંગ્સમાં વધારો અને સમય પર ફૉક્સ ન કરી શકવાને કારણે તણાવનું પ્રમાણ વધ્યું છે. તેમાં માઇક્રોસોફ્ટ મીટિંગ્સના ડેટામાં પણ જાણવા મળ્યું છે કે હવે લોકો દરરોજ ઘણી બધી મીટિંગ્સમાં વ્યસ્ત રહે છે અને આ મિટિંગ્સનો સમયગાળો સાંજે 5થી રાત્રે 9 વાગ્યા સુધી વધારે રહે છે. 

સર્વેમાં જાણવા મળ્યું છે કે જ્યારથી વર્ક ફ્રૉમ શરૂ થયું છે, ભારતમાં સરેરાશ એક કલાક કામનો વધી ગયો છે. માઇક્રોસૉફ્ટ ઇન્ડિયાના કન્ટ્રી હેડ સામિક રૉયે કહ્યુ કે છેલ્લા છ મહિનાઓમાં અમે જોયુ છે કે કેવી રીતે Covid 19એ દૂરથી કામ કરવાનો એક યુગ બનાવી દીધો છે. જેણે એક નવા કાર્યસ્થળનો વિકાસ કર્યો છે. બિઝનેસમાં કામ કરવા માટે નવી પદ્ધતિઓનો અજમાવવામાં આવી છે. કર્મચારીઓ પર કામ કરવાના કેટલીય અસરો વિશે તપાસ કરવી જરૂરી છે. જે તમામ ગ્રાહકો અને ઉપયોગકર્તાઓને પ્રાસંગિક અને સમય પર સમાધાન આપવામાં અમારી મદદ કરી રહી છે.