બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પક્ષીને રેડિયો ટેગથી સુરક્ષિત કરવાની તૈયારી; કેવી રીતે જાણો

એક વર્ષમાં 33 હજાર કિલોમીટરનું પરિભ્રમણ કરીને એક પક્ષી મણીપુર પાછું ફર્યું છે. આ પક્ષીનું નામ ચિયુલાન છે. નવેમ્બર 2019માં આવા પાંચ પક્ષીઓ મણીપુરના તમેન્ગલોન્ગ જિલ્લામાંથી છોડવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ પક્ષીઓના મોત નીપજ્યું હતા.

લોકેશનનું મોનિટરિંગ કરવા માટે તેમાં રેડિયો-ટેગ લગાવવામાં આવ્યા હતા. ચિયુલાન ઉપરાંત એક બીજું પક્ષી ઈરાંગ પણ તાજેતરમાં પાછું ફર્યું છે. ઈરાંગે 29 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. ગત વર્ષે તેને ઉડાન ભરતા પહેલા મણીપુરના વન વિભાગે ભારતીય વન્યજીવન સંસ્થા સાથે મળીને પાંચ પક્ષીઓમાં રેડિયો ટેગ લગાવામાં આવ્યા હતા.

4 મહિના ભારતમાં રહે છે
કબૂતર આકારનું આમુર ફાલ્કન એક પ્રવાસી પક્ષી છે. તે સાઇબિરીયાની રહેવાસી છે. આ પક્ષી શિયાળા પહેલા ભારત માટે ઉડાન ભરે છે અને ઉત્તર-પૂર્વ ભારતમાં તે લગભગ બે મહિના સુધી રહે છે. ત્યારબાદ તે દક્ષિણ આફ્રિકા માટે ઉડાન ભરે છે. ત્યાં, તે લગભગ 4 મહિના રહે છે.

શા માટે શરૂ થયું અભિયાન અને કેવી રીતે કામ કરે છે રેડિયો ટેગ
પ્રવાસી પક્ષીઓને ઘટતી સંખ્યાને અટકાવવા માટે પર્યાવરણ મંત્રાલયે આ અભિયાન શરૂ કર્યું હતું. તેમાં આમુર ફાલ્કન પક્ષીને ખાસ કરીને સામેલ કરવામાં આવ્યું છે. પક્ષીઓમાં લગાવવામાં આવેલા રેડિયો ટેગ જણાવે છે કે, કયા રસ્તેથી તેને મુસાફરી કરી છે. તે ક્યાં રોકાયું હતું. આ તમામ વાતો પક્ષીઓને બચાવવામાં મદદ કરે છે.

આ પક્ષીઓ કેમ માઈગ્રેટ થાય છે
તમેન્ગલોન્ગના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર કે.એચ હિટલરના જણાવ્યા પ્રમાણે, અમને એ વાતની ખુશી છે કે બંને પક્ષી ચિયુલોન અને ઈરાંગ 361 દિવસ બાદ આખું પરિભ્રમણ કરીને પરત ફર્યા છે. ચિયુલોન 26 ઓક્ટોબરે પરત ફરી હતી અને ઈયાંગ 28 ઓક્ટોબરે પાછી આવી હતી.

હિટલર કહે છે, અમને તેમના પરત આવવાથી ઘણી નવી માહિતી મળી રહી છે. જેમ કે, તેમને શિયાળાથી સમસ્યા હોય છે, તેથી તે શિયાળો શરૂ થાય તે પહેલા સાઇબિરીયાથી ઉડીને ભારત આવે છે.

ખાવા માટે તેમનો શિકાર થયો અને સંખ્યા ઘટી ગઈ
હિટલરના જણાવ્યા પ્રમાણે, ઈરાંગ જ્યારે તમેન્ગલોન્ગથી 200 કિલોમીટર દૂર ચંદેલમાં પરત ફરી હતી ત્યારે તેની સાથે અમારું કનેક્શન તૂટી ગયું હતું બાદમાં તે તમેન્ગલોન્ગના પુચિંગમાં પહોંચી. તેને નવેમ્બર 2019માં છોડવામાં આવી હતી.

આમુર ફાલ્કનનો શિકાર ખાવા માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે તેને સાચવવામાં આવી રહી છે. મણીપુર અને નાગાલેન્ડમાં તેને રાખવામાં આવી રહી છે.