બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લૉકડાઉન લાગ્યા પછી પરિવાર નિયોજનના સાધનોના ઉપયોગમાં ઘટાડો

વાઈરસ મહામારીના જન્મદર પર અસર સંબંધે અત્યારે કંઈ કહેવું ઉતાવળભર્યું કહેવાશે. છતાં પણ ધનિક અને ગરીબ દેશોમાં અલગ પેટર્ન જોવા મળી છે. ધનિક દેશોમાં બહુમતિ લોકો પરિવાર મર્યાદિત રાખવા માગે છે, પરંતુ ભારત અને કેટલાક નિર્ધન દેશોમાં મોટી સંખ્યામાં બાળકોના જન્મ લેવાની સંભાવના દેખાઈ રહી છે. જોકે, કેટલાક સંપન્ન દેશોમાં સરકારો જન્મદર વધારવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં સિંગાપૂર, જાપાન સામેલ છે.

જાપાનના સરકારી આંકડા દર્શાવે છે કે, દેશમાં ગયા વર્ષની સરખામણીમાં મે પછીના ત્રણ મહિનામાં નવા ગર્ભધારણના કેસમાં 13%નો ઘટાડો થયો છે. ગરીબ દેશોમાં લોકોના મોટા પ્રમાણમાં વિસ્થાપિત થવાને કારણે મહિલાઓ, પુરુષોને સાથે રહેવાની વધુ તક મળી છે. ભારતમાં માર્ચના અંતમાં લૉકડાઉન લાગુ થયા પછી લાખો શહેરી કામદાર પોતાના વતન પરત ફર્યા હતા. પરિવાર નિયોજન સંસ્થા યુએનએફપીએના વિનીત શર્મા કહે છે કે, આ સ્થિતિમાં વસ્તી સંબંધિત આંકડો બગડી શકે છે. ભારતમાં ડિસેમ્બર અને માર્ચ વચ્ચે ગર્ભ નિરોધક ગોળીઓ અને કન્ડોમ વિતરણ 15% અને 23% ઘટી ગયું હતું.

જન્મદર સંબંધિતગટમાચેર ઈન્સ્ટીટ્યૂટનું અનુમાન છે કે, 132 મધ્યમ અને ઓછી આવકના દેશોમાં પરિવાર મર્યાદિત રાખવા સંબંધિત સેવાઓના ઉપયોગમાં 10% ઘટાડો આવ્યો છે. પાંચ કરોડથી વધુ મહિલાઓને આ વર્ષે ગર્ભનિરોધક ઉપલબ્ધ નહીં હોય. જેના કારણે 15 લાખ અનિચ્છિત ગર્ભધારણ થઈ શકે છે. 28 માતાઓ અને 1 લાખ 70 હજાર નવજાત શિશુઓનું મોત થઈ શકે છે. 33 લાખ અસુરક્ષિત ગર્ભપાતની સંભાવના છે.

ધનિક દેશોમાં પરિવાર નિયોજનમાં મહિલાઓની ઈચ્છા વધુ ચાલે છે. ગટમાચેર ઈન્સ્ટિટ્યૂટે 18થી 34 વર્ષની અમેરિકન મહિલાઓના સરવેમાં જોયું કે, મહામારીના કારણે એક તૃતિયાંશ મહિલાઓ પછીથી બાળક પેદા કરવા માગે છે કે તેઓ ઓછા બાળકો પેદા કરવાનું વિચારે છે. ન્યૂયોર્ક શહેરમાં લૉકડાઉન પછી અનેક લોકોએ પ્રજનનની નબળાઈ દૂર કરવા માટે ચાલતો ઈલાજ બંધ કર્યો છે. મહિલાઓમાં અજન્મેલા બાળકના વાઈરસથી સંક્રમિત થવાની આશંકા પણ છે. ગર્ભપાત અને પ્રજનન સેવાઓ ઉપલબ્ધ કરાવતી અમેરિકાની સૌથી મોટી ચેઈન ‘પ્લાન્ડ પેરેન્ટહૂડ’માં ગર્ભપાતની સંખ્યા વધી ગઈ છે. મધ્યમ આવકવાળા દેશ બ્રાઝીલમાં ઝિકા ફેલાયા પછી જન્મદર ઘટી ગયો હતો.