બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. જ્યાં મોદી હાલ સંબોધન કરી રહ્યા છે. આ પહેલા એકતા પરેડમાં હાજરી આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને જવાનોએ એકતા પરેડ કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત મોદી કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે અને ત્યાર બાદ સી પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ જશે. આ પહેલા સવારે આરોગ્ય વનના યોગા અને ધ્યાન ગાર્ડનમાં યોગા કર્યાં હતા અને ત્યારબાદ બ્રેકફાસ્ટ કર્યું હતું.

મોદીના સંબોધનના અંશો
-દેશવાસીઓને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની શુભકામનાઓ, રજવાડાઓને એકત્રિત કરીને વર્તમાન સ્વરૂપ આપ્યુ
-એક ભારત શ્રેષ્ઠ પર્વતને સાકાર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે
-કેવડિયા પહોંચ્યા પછી કાલ લઇને આજ સુધી જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે
-નવા ભારતની પ્રગતિનું તિર્થ સ્થળ બની ગયું છે, આખી દુનિયાના ટુરિઝમ મેપ પર આ સ્થાન પોતાની જગ્યા બનાવશે
-આજે સી-પ્લેન સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને વિકલ્પ મળશે