બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વેબ સિરિઝ 'મિર્ઝાપુર'માંથી પ્રેરણા લઈને તૌસિફે કરી નિકિતાની હત્યા.

હરિયાણામાં નિકિતા તોમર નામની યુવતીની રોડ પર જ ગોળી મારીને કરાયેલી હત્યાથી આખા દેશમાં આક્રોશ છે ત્યારે નિકિતાના હત્યારા તૌસિફે પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


પોલીસના દાવા પ્રમાણે તૌસિફે કહ્યુ હતુ કે, વેબ સિરિઝ મિર્ઝાપુર જોઈને મેં નિકિતાની હત્યા કરી હતી.મિર્ઝાપુર સિરિઝમાં મુન્ના ભૈયા નામનુ પાત્ર સ્વીટી નામની યુવતી સાથે એક તરફી પ્રેમમાં હોય છે અને તે સ્વીટીને ગોળી મારી દે છે.એ પછી યુવતીનુ મોત થઈ જાય છે.


નિકિતા હત્યાકાંડમાં પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.નિકિતાની માતાએ સરકાર સમક્ષ માંગ કરી છે કે, જે રીતે મારી દીકરીને મારવામાં આવી છે તે જ રીતે નિકિતાના હત્યારાને પોલીસ રોડ પર એન્કાઉન્ટર કરીને ગોળી મારે.જો આ રીતે 20 વર્ષથી ઉછેરેલી પુત્રીની હત્યા થતી રહેશે તો કોઈ માતા નહીં ઈચ્છે કે પુત્રીનો જન્મ થાય. લોકો દીકરી જન્મશે તો જન્મતાની સાથે જો મારી નાંખશે.


દરમિયાન કરણી સેનાના અધ્યક્ષે પણ નિકિતાના પરિવારની મુલાકાત લીધી છે.તેમણે ચેતવણી આપતા કહ્યુ છે કે, લવ જેહાદ રોકવા માટે જરુર પડે તો અમે કાયદો હાથમાં લઈશું.નિકિતાના હત્યારાને ભર બજારમાં ગોળી મારવામાં આવે તેવી અમારી માંગણી છે.આરોપીનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાથી રાહુલ અને પ્રિયંકા ગાંધી ચૂપ છે.