વંદે માતરમ...ગાઈને છવાઈ ગઈ ચાર વર્ષની બાળકી, ખુદ પીએમ મોદી બની ગયા ચાહક.
મિઝોરમની ચાર વર્ષની બાળકી આજકાલ યુ ટ્યુબ પર છવાઈ ગઈ છે.આ બાળકીએ પોતે ગાયેલુ વંદે માતરમ ગીતને અપલોડ કર્યુ છે અને એ પછી આ ગીત સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યુ છે.ખુદ પીએમ મોદી આ બાળકીના ચાહક બની ગયા છે.
મિઝોરમની રહેવાસી એસ્તેર હંમટેએ ભારતનુ રાષ્ટ્રિય ગાન વંદે માતરમ ગાયુ હતુ.હવે એસ્તેર યુ ટ્યુબ પર છવાઈ ગઈ છે.મિઝોરમના સીએમ જોરમથાંગાએ પોતાના ટવિટર હેન્ડલ પરથી આ ગીતની લિન્ક પોસ્ટ કરી હતી. જોત-જોતામાં સોશ્યલ મીડિયા પર આ બાળકની ચર્ચા થવા માંડી હતી.
એ પછી પીએમ મોદીએ એસ્તેરના વખાણ કરીને કહ્યુ હતુ કે, આ ગીત સાંભળ્યા બાદ આપણને એસ્તેર પર ગર્વ થવો જોઈએ.પીએમ મોદીએ આ ગીતને લાઈક કરીને રિટ્વિટ પણ કર્યુ હતુ.
મિઝોરમના સીએમ જોરમથાંગાનુ કહેવુ છે કે, ચાર વર્ષની બાળકી એસ્તેરે મા તુજે સલામ અને વંદે માતરમ બહુ શાનદાર રીતે ગાયુ છે.એસ્તેરના આ ગીતને યુ ટયુબ પર છેલ્લા એક સપ્તાહમાં પાંચ લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.વિડિયોની સાથે લખવામાં આવ્યુ છે કે, આપણે ભારતીય હોવા પર ગર્વ કરવો જોઈએ.ભારતની ભાષાઓ, સંસ્કૃતિ અને જીવનશૈલીમાં જે વિવિધતા છે તે બહુ જ આકર્ષક છે.