બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સંધ્યા સમયે કેમ સૂવું જોઈએ નહીં એનુ કારણ જાણો, જાણીને તમને પણ નવાઈ લાગશે...

આપણને  એવું કહેવામા આવતુ હોય છે કે સંધ્યા સમયે સુવું જોઈએ નહીં પરંતુ કંઈક ને કંઈક  કામ કરતા રહેવું જોઈએ. આવુ શા માટે? આપણા હિંદુ ધર્મ માટે કહેવામા આવે છે કે હિંદુ એ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવા માટેની એક જીવનશૈલી છે. કહેવામા આવતી દરેક બાબતોની પાછળ કોઈને કોઈ તથ્ય જરુર છૂપાયેલું હોય છે. તો આજે આપણે જોઈશું કે સંધ્યા સમયે આપણને આપણા વડીલો પથારી કે ખાટલામાં  સુવાની ના કેમ પાડે છે.

             સૂર્યોદય થાય એ પહેલાનો સમય અને સૂર્યાસ્ત થાય ત્યારથી અંધારુ  થાય એ વચ્ચેનો સમય મનુષ્ય માટે આશીર્વાદ રૂપ અથવા તો શાપકારી હોય છે. ક્યારે એ આશીર્વાદ રૂપ અને ક્યારે શાપકારી હોય એ હવે  આપણે જોઈશું.  ઉપર દર્શાવેલ સમયમા તમે જે કોઈ કાર્ય કરો છો એનુ તમને ત્રણ થી ચાર ગણું ફળ મળે છે.એટલે કે જો તમે એ સમયમાં  શારીરિક કાર્ય કરો તો તમારામાં શારીરિક ક્ષમતાનો સંચાર થાય છે એટલે કે એ વધે છે. એ સમયમા જો વાંચન કરવામાં આવે તો તમારામાં એકાગ્રતા વધે છે. જો ધ્યાન , જપ , તપ કરવામાં આવે તો ભગવાન સાથેના તાર જલદી જોડાય છે. આમ, આવા સારા કાર્યો કરવામાં  આવે તો આ  સમય આપણા માટે સારો નીવડે છે.

            આ સમયે જો આળસ કરવામા આવે તો એના ફળ સ્વરુપે આપણામાં રાક્ષસ પ્રવૃત્તિઓ નો સંચાર થશે અને દિવસે ને દિવસે  આળસ વધતી જશે. એટલે જ તો આપણને સવારે વહેલા ઉઠીને યોગ , પ્રાણાયમ , કસરત વગેરે કરવા માટે કહેવામા આવે છે. સાંજના સમયે તામસી ગુણ વધતો હોવાથી એ સમયમા કંઈક ને કંઈક કાર્ય કરવું. આળસ કરીને પથારીમાં પડી રહ્યા તો એ શાપકારી નીવડશે.

             આમ , હિંદુ ધર્મ એ એક જીવનશૈલી છે. એમા કહેવામાં આવતી દરેક બાબતોનું પાલન કરવું , નહીં કે ‘આવું કંઈ હોય જ નહી’ એમ કહી નકારી દેવું.  પરંતુ,  દરેક વાત પાછળનું તથ્ય શોધવા જેટલો પ્રયત્ન અવશ્ય કરવો.જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. શક્ય એટલા સંતોષકારક જવાબ તમને આપવાનો પ્રયાસ કરીશું .