બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લુણાવાડના વિવિધ વિસ્‍તારના હોમ આઇસોલેશન દર્દીઓની મુલાકાત લેતાં અધિક જિલ્‍લા આરોગ્‍ય અધિકારી અર્બન હેલ્‍થ સેન્‍ટર લુણાવાડાના આયુષ તબીબ ડૉ કલ્પેશ એમ સુથાર

લુણાવાડા મુલાકાત દરમિયાન તમામને માસ્‍ક પહેર્યા વગર બહાર ન નીકળવા,  સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું પાલન કરવા અને વારંવાર હાથ ધોવા અંગે સમજ આપવામાં આવી

કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ કેટલાંક નાગરિકો સરકાર દ્વારા અને જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા વારંવાર જણાવવા અને સમજાવવામાં આવતું હોવા છતાં પણ તેનું પાલન કરતાં નથી. જેનું નાગરિકો દ્વારા પાલન થાય અને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય તે માટે મહીસાગર જિલ્‍લાના અધિક  જિલ્‍લા આરોગ્‍ય અધિકારી અને લુણાવાડા અર્બન હેલ્‍થ સેન્‍ટરના આયુષ તબીબ અને આરોગયની ટીમ દ્વારા લુણાવડાના નગરના વિવિધ વિસ્‍તારોમાં હોમ આઇસોલેશન કરવામાં આવેલ દર્દીઓના ઘરની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન દરેક દર્દીઓના આરોગ્‍યની ચકાસણી અને SPO2 ની તપાસણી કરવામાં આવી હતી. તેમજ હોમ આઇસોલેશનના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત દરેક દર્દીઓને હોમ આઇસોલેશન દરમિયાન કોઇ ગંભીર લક્ષણો જણાઇ આવે તો તાત્‍કાલિક જનરલ હોસ્‍પિટલ, લુણાવાડા ખાતે વધુ સારવાર અર્થે પહોંચી જવા માટે પણ જણાવાયું હતું.
આ મુલાકાત દરમિયાન સરકાર અને જિલ્‍લા વહીવટીતંત્ર તરફથી આપવામાં આવી રહેલ સુચનાઓનું પાલન કરવા તથા કામ વગર ઘરની બહાર ન નીકળવા અને કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય તે માટે તમામને માસ્‍ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું પાલન કરવા અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોવા અંગે સમજ આપી સરકારની વિવિધ સુચનાઓનું પાલન કરવા પણ જણાવ્‍યું હતું.
------------------