બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાત ગૌરવ દિન નિમિત્તેમહીસાગર જિલ્લા કક્ષાની કોરોના વોરિયર્સ વિષય પર યોજાયેલ ચિત્ર ,કાવ્ય અને નિબંધ સ્પર્ધાના ૧૮ વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા


લુણાવાડા

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગુજરાત સરકાર દ્વારા પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી  કોરોના વોરિયર્સ વિષય પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી  અને જિલ્લા પ્રાથમિક  શિક્ષણાધિકારીશ્રી કચેરી   દ્રારા  પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્ર,નિબંધ અને કાવ્ય  સ્પર્ધાનું આયોજન કરી અનોખી રીતે કરવામાં આવી હતી આ સ્પર્ધામાં મહીસાગર  જિલ્લા કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓના નામ  જાહેર થતા  કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનને અનુસરીને પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ મળી ૧૮ વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી દશરથભાઇ બારીયાના અધ્યક્ષ સ્થાને અને સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઇ ડીંડોરના અતિથી વિશેષ પદે આયોજિત કાર્યક્રમમાં  પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  
પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા ધામધૂમ પર્વક કરવામાં આવતી હોય છે પરંતુ  આ વર્ષે  વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગુજરાત સરકાર દ્વારા પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી લોકડાઉન દરમ્યાન અનોખી રીતે કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા  સ્થાપના દિવસ નિમિત્તે કોરોના વોરિયર્સ વિષય પર  પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યું હતું જેમાં મહીસાગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિકમાં અભ્યાસ કરતા ૧૦ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૩થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ માં ૦૬ વિદ્યાર્થીઓ, નિબંધ સ્પર્ધામાં ધોરણ ૩થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ માં ૦૬ વિદ્યાર્થીઓ, કાવ્ય સ્પર્ધામાં ધોરણ ૩થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ માં ૦૬ વિદ્યાર્થીઓ આમ ત્રણેય સ્પર્ધામાં ૧૮ વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા જેમાં જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં ધો-૦૩ થી ૦૮માં પ્રથમ નંબરે અક્ષુ પટેલ, બીજા નંબરે દક્ષ્મીબેન વેકરીયા, ત્રીજા નંબરે અંકુરભાઇ વાળંદ, ધો-૦૯ થી ૧૨ માં પ્રથમ નંબરે રિદ્ધિ જોશી, બીજા નંબરે કેશાબેન મહેતા, ત્રીજા નંબરે અલીસા મિસ્ત્રી, નિબંધ સ્પર્ધામાં ધો-૦૩ થી ૦૮ માં પ્રથમ નંબરે પવન ભુનેતર, બીજા નંબરે મહેશ્વરી ઠાકોર, ત્રીજા નંબરે દામીનીબેન પરમાર, ધો-૦૯ થી ૧૨ માં પ્રથમ નંબરે પીન્કાબેન રજાત, બીજા નંબરે હર્ષરાજ રાઠોડ, ત્રીજા નંબરે સાબીયા મેતરાલવાલા જ્યારે કાવ્ય સ્પર્ધામાં ધો- ૦૩ થી ૦૮ માં પ્રથમ નંબરે હેલી પટેલ, બીજા નંબરે ક્રિષ્ના પ્રજાપતિ, ત્રીજા નંબરે પુષ્પા ચૌહાણ જ્યારે ધો-૦૯ થી ૧૨ માં પ્રથમ નંબરે અર્ચિતા પટેલ, બીજા નંબરે યસ પટેલ અને ત્રીજા નંબરે ક્રિષ્ના ભાવસાર,  પ્રથમ વિજેતા વિધાર્થિઓને ૧૫ હજારનો ચેક આપી તેમજ  બીજો નંબર  મેળવનાર વિજેતા ને ૧૧ હજાર રૂપિયા અને ત્રીજો નંબર મેળવનાર વિજેતાને ૫ હજાર રૂપિયાનો ચેક   સંતરામપુર ડાયટ ખાતે મહાનુભાવોના હસ્તે અને ડાયટ પ્રચાર્ય ડો. એ.વી.પટેલ ઉપસ્થિતિમાં આપી વિજેતા વિધાર્થિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.