બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વિદ્યાર્થીઓ સાથે વાતચીત વખતે આટલું અવશ્ય ધ્યાને રાખવું..

                    વર્તમાન સમય ખૂબ ઝડપી છે. શિક્ષકો માત્ર માહિતીની આપણે જ કરે તો આજના વિદ્યાર્થીઓમાં પ્રીતિપાત્ર ન જ બની શકે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત તથા વ્યવહાર કરતી વખતે દરેક શિક્ષકે નીચેના મુદ્દા અવશ્ય ધ્યાને રાખવા જ રહ્યા.

1. વિદ્યાર્થીઓ શિક્ષકોની વાતચીત સાંભળીને જ ઘણુંબધું શીખે છે તેથી એની સાથે વાથીત કરતી વખતે એને રમકડું ન સમજતાં એક સજીવ સમજીને વાતચીત કરવી હિતાવહ રહે.

2. જો કોઈ વિદ્યાર્થીને પુછેલ પ્રશ્નના ઉત્તર ન આવડે અથવા ઓછા આવડે એનો મતલબ એ ન સમજવો કે એ ઠોઠ છે, એવું સમજી એની સાથે તોછડાઈ ભર્યો વ્યવહાર ન કરવો.

3. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવાથી એના મનમાં શિક્ષક માટે સારો ભાવ નહિ જાગે અને જો એવું થયું તો શિક્ષકના દોષે એ વિષય માટે પણ અરુચિત ઉભી થતી હોય છે.

4. વિદ્યાર્થીઓની લાગણી, સહાનુભૂતિ સાથે ક્યારેય કટાક્ષ ન કરવો.

5. વિદ્યાર્થીઓની અણઆવડતની જાહેરમાં કદીય નિંદા ન જ કરવી. બલ્કે વિદ્યાર્થીઓની સારી બાબતોની જાહેરમાં ચર્ચા અવશ્ય કરવી જોઈએ. જેથી વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય.

6. વિદ્યાર્થીઓ કમાવવાનું સાધન નથી પણ સાધ્ય છે એવો ભાવ રાખી એની સાથે વ્યવહાર કરવો જોઈએ.

7. બાળકોને માહિતીથી ભરી દેવાને બદલે વ્યવહારિકતા કેટલી સમજાય છે એનું પણ ધ્યાન આપવું.

માત્ર શિક્ષક જ નહીં સમાજનો પ્રત્યેક વ્યક્તિ આગામી પેઢીના નિર્માણમાં સહયોગી થવા ઉપરોક્ત બાબતોમાંથી ઘણું જીવનમાં ઉતારી બાળકો સાથે વ્યવહાર કરે તો ભારતનું ભાવિ ઉજવવલ જ છે.


જીજ્ઞેશકુમાર પી. સોની
આદર્શ હાઈસ્કૂલ, કડી.
મોબાઈલ : 98245 97934
ઈ મેઈલ : jigneshsoni3377@gmail.com