બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: શહેરા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયોગ,ભવાઈ કાર્યક્રમ થકી મતદારયાદીમાં નામ નોધણી કરાવા અનુરોધ


શહેરા,

પંચમહાલ જીલ્લાનાં શહેરા મામલતદાર કચેરી દ્વારા મતદારયાદીમાં લોકો પોતાનુ નામ રહી ના જાય તે હેતુથી એક ઝૂંબેશના ભાગરુપે લોકકલાકારોની મદદથી મતદાર યાદીમાં પોતાનુ નામ નોધાવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે.જેમા ભવાઇકળા દ્વારા રંગલો રંગલીના પાત્રો તેમજ લોકકલાકારો થકી શહેરાનગર તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને મતદારયાદીમા પોતાનુ નામ નોધાવાની,ભૂલચુક હોય તો સૂધારવાની,નવા નામોની નોંધણી કરવાની સહિતના કામગીરી કરવાનો અનૂરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં આવનારા સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂટણીઓની શકયતાઓ દેખાઇ રહી છે.મતદાન કરવુ એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહીના પાયાને મજબુત કરી શકીએ છે.પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવૂ જરુરી છે.
પંચમહાલ જીલ્લામાં મતદાર યાદી સૂધારણા કાર્યક્રમ શરુ કરવામા આવ્યો છે.જેના ભાગરુપે ૯-૧૧-૨૦ થી૧૫-૧૨-૨૦ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.લોકોમાં મતદાનને લઇને વધુમા વધુ જાગૃતિ આવે તે હેતુથી શહેરા મામલતદાર કચેરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે.જેમા લોક કલાકારો થકી જાગૃતિ આવે તે હેતુથી ભવાઈનો કાર્યક્રમ બતાવીને મતદારયાદીમા નામ નોધણી કરવા માટે અનુરોધ કરવામા આવ્યો હતો,લોકકલાકાર જગદીશભાઈ બારોટ અને તેમની ટીમ દ્વારા મતદાનમાં નામ નોધણીના મહત્વને સમજાવામા આવ્યુ હતૂ.શહેરા ખાતે આવેલા પોલીસ ચોકી પાસે ભવાઇ દ્વારા લોકોને મતદાન નામ નોધણીના મહત્વને સમજાવામાં આવ્યુ હતુ.રંગલો રંગલીના વેશે લોકોમાં આકર્ષણ જમાવ્યુ હતૂ.બજારમા આવેલા લોકોએ પણ રંગલા રંગલીના કાર્યક્રમને માણ્યો હતો.