ગોધરા:- MGVCLના કર્મચારીઓ દ્રારા ખાનગીકરણની નીતી સામે સુત્રોચ્ચાર કરવામા આવ્યા
કેન્દ્ર સરકારની વીજ વિતરણ કંપનીઓ ના ખાનગીકરણ કરવાની નીતિ સામે લડત આપવા ''ઓલ ઈન્ડિયા પાવર એન્જીનીયર્સ ફેડરેશન'' અને ''નેશનલ કો-ઓર્ડીનેશન ઓફ ઈલેક્ટ્રીસીટી એમ્પલોય એન્ડ એન્જીનિયર્સ'' દ્વારા રોજ સમગ્ર ભારત માં દેખાવો કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેના પગલે પંચમહાલ જીલ્લાના મૂખ્ય મથક ગોધરા ખાતે આવેલી એમજીવીસીએલની વડીકચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ખાનગીકરણની નીતી સામે સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા. હાલની સરકાર ની કોરોના અંગેની ગાઇડલાઈન અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ૨૦ થી ૩૦ ની મર્યાદીત સંખ્યામાં કર્મચારીઓને સૂત્રોચ્ચાર કરવો અને વિરોધ પ્રદર્શિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જેના પગલે ગોધરાના ભુરાવાવ વિસ્તારમા આવેલી MGVCLની વડી કચેરી ખાતે કર્મચારીઓએ દેખાવો - સૂત્રોચ્ચાર કર્યા હતા.