પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વ- અહેમદ પટેલને શોંકાજલિ પાઠવામા આવી
ગોધરા
કોંગ્રેસ પક્ષના ચાણકય ગણાતા અને ગુજરાતના પનોતા પુત્ર એવા અહમદભાઇ પટેલનૂ ગતરોજ દિલ્લીમાં અવસાન થયુ હતૂ.તેમના અવસાનને પગલે સમગ્ર કોંગ્રેસ પક્ષ તેમજ તેમના માદરે વતન ભરૂચ જીલ્લાના પિરામણ ગામમાં શોકની કાલીમા છવાઈ હતી.આજે તેમની ઇચ્છા મૂજબ તેમના પાર્થિવદેહને સ્પે વિમાન મારફતે વડોદરા ત્યાથી માદરેવતન પિરામણ ખાતે લઇ જવામા હતો.અને ત્યા તેમની નેતાઓની હાજરીમાં અંતિમ વિદાય આપવામા આવી હતી.તેમના અવસાનને પગલે પંચમહાલ જીલ્લા કોંગ્રેસમાં પણ શોકની કાલીમા છવાઇ ગઈ હતી.અને તેમના નિધન પર નાના કાર્યકરોથી માંડીને હોદ્દેદારોએ પણ દુ :ખ વ્યક્ત કર્યુ હતુ.પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમૂખ
અજીતસિંહ ભટ્ટીએ જણાવ્યુ કે"અહમદભાઈ પટેલના નિધનથી ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.કોંગ્રેસના તેઓ સન્માનીય નેતા હતા.તેઓ કોંગ્રેસના કપરા સમયમાં પણ સાથે રહ્યા અને વિવિધ હોદ્દાઓ પર પણ રહ્યા.૧૯૮૭માં લોકસભાની પેટાચુટણી વખતે તેઓ ગોધરા આવ્યા હતા
તેઓ તે વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમૂખ હતા.કાર્યકરો સાથે પ્રામાણિકતાથી કામ કરવાની ભાવનાને કારણે તેઓ કાર્યકરોમાં લોકચાહના ધરાવતા હતા.
ગરીબ, કચડાયેલા વર્ગો,સામાન્ય લોકો પ્રત્યે તેમની ખુબ લાગણી હતી,તેમની પ્રતિભા વિશ્વકક્ષાએ પહોચી હતી.તેમના અવસાન થી ખોટ પુરાય તેવી નથી."
શહેરા ખાતે પણ કોંગ્રેસ સમિતી દ્વારા શ્રધ્ધાસુમન પાઠવામા આવ્યા હતા.