બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા:-"સમરસ સમાજસમર્થ સમાજ"ના વિષય પર એક સંગોષ્ઠીનું આયોજન, રાષ્ટ્રિય પ્રવક્તા દેવજીભાઈ રાવત રહ્યા ઉપસ્થિત.

ગોધરા.

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે લૂણાવાડા હાઇવે પાસે આવેલા રાજાઇ સ્કેવર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ સામાજીક સમરસતા વિભાગ દ્વારા  સંગોષ્ઠી બૌધ્ધિક એક દિવસીય વાર્તાલાપનૂ આયોજન
કરવામાં આવ્યુ હતુ.જેના મૂખ્ય અતિથી વકતા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રિય પ્રવકતા દેવજીભાઈ રાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુ સમાજના મનમા હિન્દુત્વનો ભાવ જાગૃત કરવા અને સંગઠીત બનાવાનુ કામ વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે.હિન્દુ સમાજની જાગૃતિ અને સંગઠનના પ્રયાસોથી સામાજીક અને ધાર્મિક જાગરણ થયુ પણ આ બધુ સામાજીક સમરસતા સિવાય શક્ય નથી.હિન્દુ સમાજમાથી વિષમતા દૂર કરીને બંધૂત્વનો ભાવ જાગૃત કરી સમરસ સમાજનુ નિર્માણ થાય તે વિચાર સાથે "સમરસ સમાજ
સમર્થ સમાજ"ના વિષય પર એક સંગોષ્ઠીનું આયોજન કરવામા આવ્યુ હતુ,મૂખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહેલા દેવજીભાઈ રાવતે જણાવ્યુ હતુ કે"સામાજીક સમરસતાના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.હિન્દુ સમાજમા જે અશસ્પૃશ્પતા છે.જે બદી છે.તેને વિના સંઘર્ષે દૂર કરવા માટે વિચાર ગોષ્ઠી દ્વારા વૈચારિક જનજાગરણ માટેનો આ પ્રયાસ છે.આગામી સમયમાં પણ અમે સમરસતા યજ્ઞો, વિચાર ગોષ્ઠીઓનુ આયોજન વૈચારિક જનજાગૃતિ કરીને હિન્દુ સમાજમાં સામાજીક એકતા કરવાનો,સામાજીક  સમરસતા નિર્માણનુ કામ કરવાની અમારી યોજના છે." આ કાર્યક્રમમાં વિવિધક્ષેત્રમા નામના મેળવનારા શહેરવાસીઓનૂ સન્માન પણ કરવામા આવ્યુ હતૂ.આ કાર્યક્રમમાં  ગોધરાના જાણીતા વકીલ પરિમલભાઈ પાઠક, (અધિવકતા,નડીયાદ વિભાગ,RSS)
VHPના ક્ષેત્રીય સેવા પ્રમુખ રામભાઈ પટેલ,
સરકારી વકીલ  રાકેશભાઈ  ઠાકોર,SC-STમોરચાBJPના  નાથાભાઈ વણકર,VHP પ્રાંત સહમંત્રી શંભુપ્રસાદ શુક્લ, વિભાગ મંત્રી ઇમેશભાઈ પરીખ, જિલ્લા મંત્રી નીલેશ ભાટિયા, નગર અધ્યક્ષ VHP કાંતિભાઈ પંડ્યા,નગરમંત્રી VHP બ્રિજેશસિંહ ઠાકોર, સામાજીક સમરસતા સંયોજક VHP દિનેશભાઇ બ્રહ્વક્ષત્રિય.
કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ભગત તેમજ વિવિધ સમાજના અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.