પંચમહાલ: હાલોલ ખાતે પાવાગઢ રોડ પર આવેલા ગોડાઉનમા રેડ પાડી અખાદ્ય ગોળનો અધધ જથ્થો પોલીસે ઝડપી પાડ્યો.
હાલોલ,
પંચમહાલ જીલ્લાનાં હાલોલ નગરના પાવાગઢ
રોડ પર આવેલા એક પ્રોવિઝન સ્ટોરના ગોડાઉનમા અખાદ્ય ગોળ જેવો દેખાતો જથ્થો મોટી માત્રામાં પંચમહાલ પોલીસની ટીમે પકડી પાડી 4320 ગોળની પેટીઓ તેમજ ટ્રક સહીત કુલ રૂ.27,63,800 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દૂકાનમાલિક તેમજ અન્ય ત્રણ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ પોલીસની ટીમને
બાતમી મળી હતી પાવાગઢ રોડ પાસે આવેલા દૂકાનના ગોડાઉનમા અખાદ્ય ગોળ જેવો જથ્થો ઉતરવાનો હોય તેથી વોચમાં હતી,ગોળનો જથ્થો ઉતરતો હતો તે સમયે ટીમે છાપો માર્યો હતો.ત્યારે પોલીસે અખાદ્ય જેવા દેખાતા ગોળની 1200 પેટી ટ્રકમાંથી તેમજ ગોડાઉનમાથી 3120 પેટીઓ મળીને કુલ 4320 પેટીઓ જપ્ત કરી છે.જેની કિમંત
17,63,800 લાખ થાય છે.સાથે ટ્રક મળીને
27,63,800 લાખનો મૂદામાલ જપ્ત કરીને દૂકાનના માલિક તેમજ અન્ય ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અખાદ્ય જેવા ગોળ દેખાતા ગોળના નમુના FSL માટે મોકલવામા આવ્યો હોવાનુ પણ જાણવા મળ્યુ છે.