પંચમહાલ: દેવદિવાળીની દિવસે બેઢૈયા મૂકવાની ચાલી આવતી અનોખી પરંપરા..
પંચમહાલ,( વિજયસિંહ સોલંકી)
પંચમહાલ જીલ્લામાં આજે દેવદિવાળીની ઉજવણી કરવામા આવી હતી.પંચમહાલના ગ્રામિણ વિસ્તારોમાં દેવદિવાળીને પણ ધામધુમ પુવર્ક ઉજવામા આવે છે.જીલ્લાના ગ્રામીણ પંથકમા દેવદિવાળીના દિવસે દિવા સાથે ના બેઢૈયા(ગરબો ) ગામમા આવેલા મંદિરે મૂકવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.ગ્રામીણ વાસીઓએ માતાજીનો જયજયકાર બોલાવીને પુજન કરી દેવદિવાળીના પર્વને વધાવ્યુ હતુ.
દિવાળીની જેમ દેવ દિવાળીને પણ તેટલા હર્ષોલ્લાસ સાથે મનાવામાં આવે છે.હાલમા કોરોના મહામારીને કારણે સોશિયલ ડિસટન્સ સહિતનૂ પણ ધ્યાન રાખી રહ્યા છે.દેવો માટેની દિવાળી એટલે દેવદિવાળી કહેવામા આવેછે.
પંચમહાલ જીલ્લામાં આજે દેવદિવાળીની ઉજવણી કરવામા આવી હતી.પંચમહાલના ગ્રામીણ વિસ્તારમા દેવદિવાળીના તહેવારને દિવાળીના તહેવાર જેટલુ જ મહત્વ આપવામાં આવે છે.જેમા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લાડુનુ ભોજન બનાવામાં આવે છે.શહેરા તાલુકાના લાભી ગામે આ પ્રકારની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.જેમા ગ્રામજનોએ ખોડીયાર માતાના મંદિરે ગરબા મુકવાની પરંપરાને દેવદિવાળીના દિવસે પણ અનૂસરી હતી. સમી સાજે ગામમા આવેલા મૂખ્ય મંદિર ખાતે દીવા સાથેના ગરબા લઇ જવાની અનોખી પરંપરા ચાલી આવે છે.જેને બેઢૈયા ( એક પ્રકારનો ગરબો) કાઢવાની પરંપરા પણ કહેવામાં આવે છે.આ ગરબો મુકવા માત્ર પુરુષો અને યુવાનો જ જાય છે.ગામના દરેક ઘરમાથી એક ગરબો મૂકવા જાય છે.સમીસાજે પુનમની રાતમાં દિવાઓથી મંદિર પરિસર ઝગમગી ઉઠે છે.સાથે સાથે ગરબો મુકવા જતી વખતે પુરુષો તમામ ભગવાનો તેમજ માતાજીનો જયજયકાર બોલાવે છે.આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.કહેવાય છેકે આરીતે ગરબો મૂકવાથી ઘરમા સુખશાંતિ પ્રવર્તે છે.સાથે સાથે ઇચ્છીત ઇચ્છાઓ પુર્ણ થાય છે.