ગોધરા:-શૈક્ષણિક હેતુ માટે સુંદર શોર્ટફિલ્મોનુ નિર્માણ કરતા શિક્ષક ઈન્દ્રવદનભાઈ પરમાર.
કોરોના નો ભયંકર માહોલ ચાલી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ શાળા સુધી આવી શકતા નથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરે તેવા શુભ હેતુથી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ના શિક્ષક શ્રી ઇન્દ્રવદન પરમાર દ્વારા સમાજ માટે અને શાળા શિક્ષણ માટે ખૂબ જ નવતર પ્રયોગ કરી રહ્યા છે જે જોવા મળે છે જેમાં ઇન્દ્રવદન પરમાર દ્વારા ધોરણ 9 10 ના એકમોને ક્રમશઃ પોતે અભિનય આપી તથા સ્વખર્ચે પોતાની ટીમ બનાવી ખુબ સુંદર ફિલ્માંકન કરે છે અને સમગ્ર રાજ્યના બાળકો ના સંપૂર્ણ શૈક્ષણિક હિત માટે સોશિયલ મીડિયા ઉપર youtube ચેનલ વિશ્વ ચેતના ફિલ્મ્સ ઇન્દ્રવદન પરમાર ચેનલ પર આ હોમ લર્નિંગ ની શોર્ટ ફિલ્મો ખૂબ જ પુરા રાજ્યમાંથી પ્રશંસાને પાત્ર અને આવકાર મળી રહ્યો છે ત્યારે તેઓએ અગાઉ જન્મોત્સવ અને ધોરણ9ની હાલમાં જ બોળો લોક વાર્તા ફિલ્મમાં અભિનય સોડો માળીનો ડેમલી શાળાના ઇનોવેટિવશિક્ષક ઇન્દ્રવદન પરમાર સ્વખર્ચે ફિલ્મ બનાવીને આજે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી હાઇસ્કુલના પ્રિન્સિપાલ પુષ્પાબેન તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના પૂર્વ સભ્ય અને પંચમહાલ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શાળા શિક્ષક શ્રી અરવિંદભાઈ દરજી ના હસ્તે આજે સવારે બોલો ફીલ્મના youtube ચેનલ ઉપર રિલીઝ કરવામાં આવી છે જે ખરેખર રાજ્યના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આવકારદાયક છે પ્રશાસન તરફથી પૂર્વ મંજૂરી લઈને શાળાના શિક્ષક શ્રી ઇન્દ્રવદન પરમાર દ્વારા આ કાર્ય આરંભેલું છે જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે અને વર્તમાન સમય માટે શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી બની રહ્યું છે.. ફિલ્મ નિર્માતા ફિલ્મમાં અભિનય તથા સહલેખક અને ફિલ્મ નિર્દેશક ની તમામ કામગીરી શ્રી ઇન્દ્રવદન પરમાર એ સંભાળી છે જે ખરેખર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે શ્રી ઇન્દ્રવદન પરમાર આવા નવતર પ્રયોગ દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં જબરદસ્ત ક્રાંતિ લાવવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરેલ છે જે સમાજ રાષ્ટ્ર અને શિક્ષણ વિભાગ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે ડેમલી ગામ ના સરપંચ શ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રીકાળુભાઈ દ્વારા આ ફિલ્મને અને તેમના દ્વારા કરવામાં આવતા તમામ કાર્યોને ખૂબ જ બિરદાવે છે ડેમલી ગામ ના સરપંચ શ્રી જણાવ્યું કે શ્રી ઇન્દ્રવદન પરમારે ડેમલી ગામ નો ગામ નુ ખૂબ જ નામ રોશન કર્યું છે તથા સમાજ અને રાષ્ટ્રને શિક્ષણ જગત માટે ખૂબ જ પ્રેરણાદાયી શૈક્ષણિક અને સામાજિક તથા ધાર્મિક અને સાંસ્કૃતિક સત્કાર્ય કરી સમાજને જબરજસ્ત નવી દિશા આપી રહ્યા છે જે રાષ્ટ્ર માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે તેમ જણાવ્યું હતું