પંચમહાલ:- બુટલેગર પાસેથી 30,000 ની લાંચ લેતા શહેરા પોલીસ મથકના ASI એસીબીના હાથે ઝડપાયા.
ગોધરા,
સુત્રો પાસેથી મળતી વિગતો અનૂસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના ચલાલી ગામમા રહેતા એક ઈસમ વિદેશી દારૂનો ધંધો કરતા હતા.દિવાળી
પહેલા આ ઈસમે દારૂનો ધંધો બંધ કરી દીધો હતો.શહેરા પોલીસના મથકના ASI મહેન્દ્રસિહ બારીયા આ દારૂના વેચાણ કરનારા ઈસમને ઘરે જઈને "તમે દારૂનો ધંધો ચાલુ કરો મને દિવાળી કરાવી પડશે"તેમ કહી દિવાળી બાદ ઈસમના ઘરે જઈને વ્યવહારના 1,00,000 લાખ રૂપિયાની માંગણી કરી હતી.જેમા આખરે 60,000રૂપિયા પર વાત નકકી થઈ હતી.તેમા ઇસમે 30,000રૂપિયા ASI આપેલા હતા.ત્યારબાદ ASI અવાનવાર બાકી રહેલા 30,000 રૂપિયાની માંગણી કરતા હતા આથી બુટલેગર ઇસમ ASIને ને રૂપિયા ન આપવા દાહોદ જીલ્લા એસીબીનો સંપર્ક સાધ્યો હતો.અને ચલાલી ગામે બુટલેગરમા રહેણાક મકાન પાસે છટકુ ગોઠવ્યુ હતૂ.જેમા 30,000 ની લાંચ લેતા શહેરા પોલીસ મથકના ASI મહેન્દ્રસિંહ બારીયા રંગેહાથ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.