બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા ખાતે દિલ્લીમાં આંદોલન કરતા ખેડૂતોના સર્મથનમાં જીલ્લા કોંગ્રેસનુ તંત્રને આવેદન

ગોધરા,

પંંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમૂખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ આજે
જીલ્લા સેવાસદન ખાતે કોંગી આગેવાનોએ હાથમા બેનરો સાથે દિલ્લીમા ખેડુતોના અધિકારો અને હક ઉપર અન્યાય કરી અત્યાચાર ગુજારવામાં આવી રહેલ છે.તેવા આક્ષેપો સાથે  તેના વિરોધ માટે આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામા આવ્યુ હતુ.

કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યુ છેકેદેશની રાજધાની દિલ્લીમાં પંજાબ હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામા પહોચીને કૃષિ કાયદાનો ભારે વિરોધ કરી રહ્યા છે.કેન્દ્રની ભાજપા સરકાર બહુમતીના જોરે દેશમા ખેડુતો ને અન્યાય કર્તા અને આવનાર સમયમાં  તેમના અધિકારો અને હકક ઉપર તરાપ મારતા કૃષિ ખરડાને પસાર કરીને દેશના ખેડુતોમાં ચિંતા અને નારાજગીનુ મોજુ ફરી વળેલ છે.અને આ કૃષિ કાયદાનો ભારે દેશમાં વિરોધ થઈ રહેલ છે.તેના વિરોધ માટે ગોધરા ખાતે જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા પ્રમૂખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રજુઆત કરતુ એક આવેદનપત્ર જીલ્લા કલેકટર અમિતકુમાર અરોરાને સુપરત કરવામાં આવેલ છે.જેમા ખેડૂતોની વાજબી માગણી સંતોષવા
અને ખેડુતોને ન્યાય અપાવવા વિરોધ દર્શાવામા આવ્યો હતો.