બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શહેરા:- હાંસાપુર અને સદનપુર પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા રિફ્રેશમેન્ટ વર્કશોપ યોજાયો.

શહેરા

હાંસાપુર અને સદનપુર પ્રાથમિક શાળાઓ ખાતે શહેરા કુમાર અને પાલીખંડા ક્લસ્ટરના ધો.૧ અને ૨ ભણાવતા શિક્ષકશ્રીઓ પ્રજ્ઞા રિફ્રેશમેન્ટ વર્કશોપમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર ઉપસ્થિત રહી પ્રજ્ઞા અભિગમ, પ્રજ્ઞા અભિગમમાં થયેલા ફેરફાર, સાહિત્ય પરિચય : સામગ્રી અને ગોઠવણ, ગુજરાતી અને ગણિત વિષય વિશેની સમજ, મારો દિવસ, એકમ પરિચય, રમે તેની રમત, સપ્તરંગી પ્રવૃત્તિઓ અને સમુહકાર્ય ૧ અને ૨ તથા તમામ એકમના કાર્ડની જાણકારી અને સંબંધિત અધ્યયન નિષ્પત્તિઓ સંદર્ભે શિક્ષકો સાથે તંદુરસ્ત ચર્ચા કરી વધુ પ્રવૃત્તિના માધ્યમિક શિક્ષણ આપવા માટે તૈયારી બતાવી હતી. કોવિડ -૧૯ ની અદ્યતન ગાઈડલાઈન મુજબ પ્રજ્ઞા રિફ્રેશ મેન્ટ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. શાળા પરીવારનું સેનિટેશન સાથે સુંદર આયોજન, સંયોજક સી.આર.સી.કુમાર શહેરા જયેશભાઈ પરમાર અને બી.એ.બારીઆ ખટકપુર શ્રવણભાઈ લબાના અને તજજ્ઞ બી.આર.પી.નરેન્દ્રભાઈ બારીઆની ઉત્કૃષ્ઠ કામગીરીને બી.આર.સી.શહેરાએ બિરદાવી હતી. સદનપુર પ્રાથમિક શાળામાં ચાલતા શેરી ફળીયામાં નિશુલ્ક સેવા આપતા ગામના શિક્ષિત યુવાન દિનેશભાઈ પરમારની કોરોના વૉરિયસ તરીકેની કામગીરીની પ્રશંસા કરી હતી. તમામ શિક્ષકોએ આગામી દિવસોમાં હોમ લર્નિંગ અંતર્ગત કોવિડ - ૧૯ ની ગાઈડલાઈન મુજબ ધોરણ ૧ અને ૨ ના પ્રત્યેક બાળકોને પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ આપશે તેવી પ્રતિક્રિયા દર્શાવી હતી.