બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ:પાવાગઢના વડાતળાવ ખાતે યોજાતો પંચમહોત્સવ કોરોના મહામારીને કારણે નહી યોજાય.

ગોધરા,

પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા હાલોલ તાલુકાના વડાતળાવ ખાતે  પંચમહોત્સવનૂ આયોજન પાછલા પાંચ વર્ષથી કરવામા આવે છે.જેમા  પ્રસિધ્ધ ગુજરાતના ગાયકો પોતાના સૂમધૂર અવાજથી દર્શકોને ડોલાવી મંત્રમૂગ્ધ કરે કરે છે.સાથે સાથે કાર્યક્રમમા પંચમહાલ જીલ્લા તેમજ આસપાસના જીલ્લામાથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડેછે.હાલમા વૈશ્વિક કોરોના મહામારીને લઈ આ વર્ષે પંચમહોત્સવ નહી યોજવામા આવે તેવૂ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષ ૨૦૧૫માં પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા  સ્થાનિકોને રોજગારી મળી રહે અને પરંપરાગત કલા ઉજાગર થાય એવા શુભ આશય સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ક્રાફટ બજાર,ખાણીપીણીના સ્ટોલ અને પ્રસિદ્ધ ગાયક કલાકારોના માધ્યમ થકી રાત્રિ દરમિયાન પાંચ દિવસ સુધી કાર્યક્રમ યોજવામાં આવે છે.સાથે સાથે એડવેન્ચરને લગતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. પ્રારંભિક તબક્કામાં વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલા પંચમહોત્સવ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે.વહીવટી તંત્ર દ્વારા આયોજીત ઉક્ત કાર્યક્રમ છેલ્લા બે વર્ષથી ગુજરાત પ્રવાસન વિભાગ જોડાયું છે.જેથી હાલ વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન પાંચ દિવસ કલાકારોને સાંભળવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે જે બાબતને ધ્યાને લઈ આ વર્ષે હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી પંચમહોત્સવ કાર્યક્રમ નહિં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન જનમેદની ઊમટતા સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન થઈ શકે નહીં જે બાબતને ખાસ ધ્યાને લેવામાં આવી છે.પંચમહોત્સવ કાર્યક્રમ મોકૂફ રહેવા અંગેની બાબતને આધારભૂત સૂત્રોએ પણ સમર્થન આપ્યું હતું.