પંચમહાલ: હાલોલ જીઆઈડીસીમા આવેલી કંપનીએ કર્મચારીઓને છુટા કરી દેતા કોંગ્રેસે આપ્યુ તંત્રને આવેદન.
પંચમહાલ,હાલોલ.
પંચમહાલ જીલ્લાના હાલોલ GIDCમાં આવેલી એક એન્જીનીયરીંગ કંપની દ્વારા ૪૦૦ જેટલા કર્મચારીઓ ને અચાનક કંપનીમા કામ કરવા આવવા દેવામા આવ્યા ન હતા અને કંપનીને અચાનક બંધ કરી દીધી હતી. જે બાબતે હાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા હાલોલ પ્રાંત અધિકારીને લેખિત મા આવેદન
આપવામા આવ્યુ હતૂ.જેમા કર્મચારીઓને કંપનીમા પાછા લેવામા આવે અથવા બીજી કંપનીમા શિફ્ટ કરી આપવામા આવે અને જો એ પણ શક્ય ના બને તો પ્રત્યેક કર્મચારી ને ૮ થી ૧૦ લાખ નુ વળતર ચુકવવામા આવે એવી માંગણી કરી હતી.સાથે હાલોલ GIDC મા અત્યાર સુધી આ રીતે કેટલી કંપનીઓ દ્વારા કર્મચારીઓ ને છુટા કરવામા આવ્યા એ બાબતે સર્વે કરીને એ તમામ કર્મચારીઓને પણ ન્યાય મળે તે માટે રજુઆત કરી હતી.
જો સત્તાધીશો દ્વારા આ કર્મચારીઓને ન્યાય અપાવવા કોઈ પગલા લેવામા નહીં આવે તો આગામી સમય મા ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે તેવું કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્રમા જણાવ્યું હતું.