પંચમહાલ:-શહેરાનું હાટબજાર બંધ રાખવાના આદેશને વેપારીઓ અવગણતા પાલિકાતંત્રની કાર્યવાહી.
પંચમહાલ, શહેરા,
શહેરા નગરપાલિકા તંત્ર દ્વારા હાટબજાર બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હોવા છતા વેપારીઓએ શનિવારે પશુઓ તેમજ અન્ય ચીજવસ્તુ લઈને વેચવા આવતા જોવા મળ્યા હતા.હાટબજારમાં પાલિકાની ટીમ આવતા વેપારીઓમા નાસભાગ મચી જવા પામી હતી.
પંચમહાલ જીલ્લાનું શહેરાનગર વેપારી મથક છે.શહેરા નગરમા આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે વર્ષોથી શનિવારી બજાર ભરાય છે.જેમા જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ સાથે સાથે પશુ હાટ ભરાય છે.જેમા આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ બકરા મરઘા લઇને વેચવા આવે છે.જેના કારણે મોટી સંખ્યામા લોકો એકત્ર થવાને કારણે સોશિયલ ડીસટન્સનુ પાલન ન થવાની શકયતા તેમજ કોરોનાનુ સંક્રમણ ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો હતો.શહેરા પાલિકાતંત્ર દ્વારા આ પરિસ્થીતીને લઈને શનિવારે હાટ બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો. છતા પાલિકામા આદેશને ધોળીને પી ગયા હોય તેમ શનિવારે કેટલાક વેપારીઓ આદેશને અવગણીને મરઘા-બકરા,તેમજ અન્ય ચીજવસ્તુઓ વેચવા આવી ગયા હતા.અને ખરીદવા માટે મોટી સંખ્યામા લોકો એકત્ર થયા હતા.શહેરા નગરપાલિકાના અધિકારીઓ માર્કેટીંગયાર્ડ રોડ પર આવી પહોચ્યો હતો.અને વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.પાલિકાની ટીમ આવતા કાર્યવાહી કરતા ખાસ તો મરઘા-બકરા વેચનારાઓમા ભારે નાસભાગ મચી જવા પામી હતી.વેપારીઓ સામે દંડનિય કાર્યવાહી કરતા ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામા આવ્યો હતો.