બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ફેસ માસ્ક કોરોના જોખમને 45% સુધી ઘટાડી શકે છે, રિસર્ચમાં થયો ખુલાસો.

સમગ્ર દુનિયા કોરોના રોગચાળા સામે ઝઝુમી રહી છે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. સંક્રમણ ઘટાડવા માટે વિશ્વભરની સરકારોએ અનેક જાહેર ઉપાયો લાગુ કર્યા છે. ભારત પણ આનાથી અસ્પૃશ્ય નથી અને ફરી એકવાર કોરોના સંક્રમણે જોર પકડ્યું છે.


આ જ કારણ છે કે સરકાર સતત લોકોને જાહેર સ્થળો અને વાહનોમાં માસ્ક પહેરવાની વિનંતી કરી રહી છે જેથી સંક્રમણને ફેલાતું રોકી શકાય. હવે એક સંશોધનમાં પણ, તે સાબિત થયું છે કે માસ્કના ઉપયોગથી કોરોના સંક્રમણનાં દરમાં 45 ટકાનો ઘટાડો થઈ શકે છે.


જર્મનીમાં થયેલા એક સ્ટડી મુજબ, ફેસ માસ્કનો ફરજિયાત ઉપયોગ કોરોના ચેપને ઝડપથી ફેલાતા અટકાવી શકે છે. ફેસ માસ્ક કોરોના ફેલાતો રોકવામાં અસરકારક સાબિત થયું છે. આ જ કારણ છે કે જર્મનીએ ફેસ માસ્કનો ઉપયોગ અનિવાર્ય કરી દીધો છે.

અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સના રિસર્ચ પેપરમાં પ્રકાશિત, નવા સંશોધન પત્રથી એ બાબત જાણવા મળે છે કે કોઈ પણ જર્મન ક્ષેત્રમાં ચહેરાના માસ્કનો ઉપયોગ કર્યાના 20 દિવસ પછી, તે ક્ષેત્રમાં નવા કોવિડ -19 ચેપના કેસોમાં 45%  સુંધીનો ઘટાડો થયો છે.


સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, "અમે ધ્યાનમાં લીધેલા ક્ષેત્રના આધારે, આપણે શોધી કાઢ્યું છે કે, ફેસ માસ્કનો ઉપયોગ અનિવાર્ય થયો તેના 20 દિવસનાં સમયગાળા દરમિયાન, તે વિસ્તારમાં નવા ચેપગ્રસ્ત દર્દીઓમાં 15% થી 75% જેટલો ઘટાડો થયો છે. " સંશોધનકારોએ નિષ્કર્ષ કાઢ્યું છે કે ફેશ માસ્ક "રિપોર્ટ માટે કરાયેલા ચેપના દૈનિક વૃદ્ધિ દરને લગભગ 47% સુંધી ઘટાડે છે."