પંચમહાલ:- શહેરાનગર સંપૂર્ણબંધને વેપારીઓનુ સમર્થન ,પાલિકાતંત્ર દ્વારા વિસ્તારોને સેનેટાઇઝ કરવામા આવ્યા
પંચમહાલ, શહેરા,
દેશમા વધતા જતા કોરોના સક્રમણને લઈને જીલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા શહેરાબજાર સહિતના વિસ્તારો રવિવારે બંધ રાખવાના આદેશ આપવામા આવ્યા હતા.જેના પગલે વેપારીઓએ પાલિકા દ્વારા આપવામા આવેલા પાલન કર્યુ હતુ.પાલિકા દ્રારા કોરોનાનૂ સક્રમણ ના ફેલાય તે માટે શહેરાનગરના વિસ્તારોને પંપમશીન દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા રવિવારના રોજ કોરોના સંક્રમણને લઇને અગમચેતીના ભાગરૂપે રવિવારે બજારો બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો.જેને લઇને આજે શહેરાનગરના વેપારીઓએ સમર્થન દર્શાવીઁને દૂકાનો બંધ રાખીને આદેશને સર્મથન કર્યુ હતુ.શહેરાનગરમા આવેલા બસ સ્ટેશન વિસ્તાર,પરવડીવિસ્તાર,સોનીબજાર,વૈજનાથ ભાગોળ,અણિયાદ ચોકડી સહીતના વિસ્તારો
મા આવેલી દુકાનો બંધ રહી હતી.પાલિકાતંત્ર દ્વારા શહેરાનગરના વિસ્તારોને પંપ દ્વારા સેનેટાઇઝ કરવામા આવ્યા હતા.શનિવારે ભરાતી હાટબજાર પણ બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો છે.નોધનીય છેકે રવિવાર હોવાથી શહેરાનગરમાં ખરીદી કરવા મોટી સંખ્યામા ભીડ ઉમટી પડતી હોય છે.કોરોનાનું સંક્રમણ વધે નહી તે હેતુથી રવિવારે બજાર બંધ રાખવાનો પાલિકાતંત્રના નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.