બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા:- વનવિભાગના બીટગાર્ડ ૨૨,૫૦૦નીલાંચ લેતા ACBના હાથે ઝડપાયા.


ગોધરા,

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે
પથ્થરોને ફેકટરીમા વેચીને વ્યવસાય કરનારા ઈસમ પાસેથી વનવિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારી ૨૨,૫૦૦ રૂપિયાની લાંચ લેતા ગોધરા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.સાથે આ લાંચ લેવાના મામલામા અન્ય એક વનવિભાગના કર્મચારી સામેલ હોવાથી ગુનો નોધાયો છે.અને કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડમ્પરના વાહનોમા પથ્થર ભરીને વ્યવસાય કરનારા એક ઇસમને
ગુણવંતસિંહ મંગળસિંહ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર, દ્વારા તા.૦૩/૧૨/૨૦૨૦ના રોજ ડમ્પરો રોકી રૂ.૬૦,૦૦૦ ની માંગણી કરી હતી.બાદમા રકઝક અંતે સ્થળ ઉપર રૂ.૫૦૦૦ લીધા હતા.ત્યારબાદ ૩૦,૦૦૦ લેવાનો વાયદો કરી  ટ્રકો છોડી દીધી હતી.પરંતુ  ઇસમ લાંચ આપવા માગતા ના હોય ગોધરા એસીબી પોલીસ મથકે ફરિયાદ આપતાં પી.આઈ આર.આર.દેસાઈ તથા તેમની ટીમ ગોધરા બી.એસ.એન.એલ કચેરી પાસે  ગોઠવાયેલા લાંચના છટકા દરમ્યાન રાઉન્ડ ફોરેસ્ટર ગુણવંતસિંહ પરમારે ઇસમ સાથે   સાથે મોબાઇલથી વાતચીત કરી અન્ય કર્મચારી ગોવિંદભાઈ ચૌધરી (બીટગાર્ડ) નાઓને લાંચના નાણાં આપી દેવા જણાવ્યુ હતુ,જેમા ગોઠવાયેલા લાંચના છટકા દરમ્યાન બીટગાર્ડ ચૌધરી નાઓએ ફરીયાદી પાસેથી રૂ.૨૨,૫૦૦ (ફી.પા.વાળા) તથા રૂ.૧૦૦૦  ફરીયાદીના અંગતમાંથી સ્વીકારતા બીટગાર્ડ ગોવિંદભાઈ ચૌધરી ઝડપાઈ ગયા હતા.આ ગુનામા સામેલ ગુણવંતભાઈ પરમારની  તપાસ કરતા રજા ઉપર હોય બન્ને કર્મચારીઓએ એકબીજાથી મદદથી  ગુનો આચરેલો હોવાથી બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે નોધનીય છેકે ત્રણ દિવસ પહેલા  શહેરા પોલીસ મથકના ASI તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ બારીયા  દ્વારા બુટલેગર પાસેથી ૩૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાઈ જવાના બનાવની શાહી હજી સૂકાઈ નથી.ત્યા ગોધરામાં વનવિભાગના બીટગાર્ડ દ્વારા લાંચ લેતા પકડાઈ જવાના મામલે લાચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.