પંચમહાલ : સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગની ટીમે બે બાળ લગ્નો અટકાવ્યા
ગોધરા,
દેશમા કોરોનાની વ્યાપક મહામારી ચાલી રહી છે.સોશિયલ ડીસટન્સ સાથે રહેવા સુચનો આપવામા આવ્યા છે.હાલમા લગ્ન સહિતના સામાજીક પ્રસંગો પણ સરકારની ગાઇડલાઈન
અનુસાર કરવા નિર્દેશો કરવામા આવ્યા છે.દેશમા બાળલગ્નો કરવા ગુનો બને છે.છતા પણ કેટલાક માતાપિતાઓ પોતાના સંતાનોના નાની ઉમરમા લગ્ન કરી દેછે.પંચમહાલની સમાજસૂરક્ષા અને બાળ સુરક્ષાની ટીમ દ્વારા
કાલોલ અને ઘોંઘબા તાલુકાઓના ગામમા બાળલગ્ન થતા હોવાની માહીતીના આધારે પોલીસ સાથે પહોચીને બાળલગ્ન થતા અટકાવ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે અસરકારક કામગીરી દાખવતા બે બાળ લગ્નો થતા અટકાવ્યા હતા. સમાજ સુરક્ષા અધિકારી લખારાના જણાવ્યા અનુસાર એક જાગૃત નાગરિકે કાલોલ તાલુકાના ચલાલી મુકામે યોજાઈ રહેલા લગ્ન બાળ લગ્ન હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસને સાથે રાખીને ટીમ ચલાલી પહોંચતા વરરાજાની ઉંમર ૧૭ વર્ષ માલુમ પડી હતી. આ ઉપરાંત, ઘોઘંબા તાલુકાના બોર ગામે યોજાઈ રહેલ લગ્ન અંગે જાણ થતા સમાજ સુરક્ષા ટીમે ત્યાં જઈને પણ તપાસ કરતા વર અને વધુ બંનેની ઉંમર અનુક્રમે ૧૬ અને ૧૭ વર્ષ માલૂમ પડી હતી. જે બાદ લગ્ન યોજનાર બને પક્ષો, સમાજના આગેવાનો, સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે અને આ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે સમજાવતા તેમને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન કેન્સલ રાખવાનો નિર્ણય કરાયો હતો. બંને પક્ષોએ વર ૨૧ વર્ષનો થાય અને કન્યા ૧૮ વર્ષના થાય પછી જ લગ્ન કરાવવા ખાતરી આપી હતી. તંત્રના પ્રયાસોથી બે બાળ લગ્નો અટકાવવામાં સફળતા મળી હતી.