પંચમહાલ જિલ્લાાના કાલોલ પોલીસ મથકનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું.
ગોધરા
પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્ધારા શનિવાર ના રોજ કાલોલ પોલીસ મથકનું વાર્ષિક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું.તેમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ડી વાય એસ પી હિમાલાબેન જોશીની અધ્યક્ષતામાં,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ તથા કાલોલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ એસ.એલ કામોલ અને એલ.એ.પરમાર તથા કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહી જિલ્લા પોલીસ વડા ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.તથા જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.