બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલમાં કોવિડ - ૧૯ વેક્સિન અંગે વસ્તીનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું.

પંચમહાલ,

માનનીય પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ શહેરા જય બારોટ સાહેબના નેતૃત્વમાં અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભરત ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિનોદ પટેલની સલાહથી શહેરા તાલુકામાં તારીખ ૧૦ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૦ કોવીડ - ૧૯ ની વેક્સિન અંગે વસ્તીનું સર્વેલન્સ કાર્યરત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કરો, આઈ.સી.ડી.એસ. વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ - ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનને અનુસરીને ઘરે ઘરે મુલાકાત કરી સર્વે દરમિયાન આધાર પુરાવા માટે ચુંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, બેંક પાસબૂક કે મનરેગા જોબ કાર્ડ પૈકી કોઈપણ એક આઈ.ડી.ની ખરાઈ કરવામાં આવે છે. જન્મ તારીખના આધારે ૫૦ વર્ષથી વધુ ઉંમરનો સર્વે શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા શહેરા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ૫૦ વર્ષથી નાના કૉમૉરબીડને ગંભીર બિમારી જેવી બી.પી, ડાયબીટીસ, ટી.બી, લેપ્રસિ, કેંસર, હ્રદય, કિડ્ની, લિવર, સિકલસેલ જેવી બિમારી હાલમાં હોય તેવા વ્યક્તિઓની માહિતી પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે. આંબલિયાવાવ પ્રાથમિક શાળાના પોષક વિસ્તારમાં આવેલા રાઠવા ફળિયા બુથ નંબર ૧૮૬ ખાંડીયા -૩ બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.બાહી મહેશભાઈ વણઝારા અને મદદનીશ શિક્ષક ભાવિન જોષી, બીજલભાઈ અને બોડીદ્રા ખુર્દ વિસ્તારમાં સી.આર.સી.ગુણેલી નટવરસિંહ ચૌહાણ વગેરે સર્વેની કામગીરીમાં જોડાયા હતા. શહેરા નાગરિકો દ્વારા મળેલ સારા સહકાર અને સર્વેલન્સની કામગીરી કરનાર તમામને બી.આર.સી.શહેરાએ અભિનંદન પાઠવ્યા હતા.