પંચમહાલમાં પોલીસ અધિકારીઓની આંતરીક બદલી કરવામા આવી
ગોધરા,
પંચમહાલ જીલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીની આંતરીક બદલીઓ કરવામા આવી છે.હાલોલ,વેજલપુર,ગોધરા,કાલોલમા પોલીસ અધિકારીઓની બદલી કરવામા આવી છે.
પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકમા ફરજ બજાવતા પોસઈની આંતરીક બદલી કરવામા આવી છે.
જેમા ટાઉન હાલોલ ટાઉન પોલીસ મથકમા ફરજ બજાવતા પીએસઆઈ જે.એન.ગઢવીને જીલ્લા ટ્રાફિક શાખામા બદલી કરાઈ છે.વેજલપુર પોલીસ મથકના પીએસઆઈ એન.એમ.રાવતની ગોધરા બી ડીવીઝન,એ ડીવીઝન પીએસઆઈ ડી.જી.વહોનીયાની હાલોલ ટાઉન,ગોધરા બી.ડીવીઝન પોલીસ મથકના એસ.એસ.કામોલની કાલોલ પોલીસ મથક,ગોધરા બી ડીવીઝનના એમ.આર.ભલગરીયાની વેજલપુર પોલીસ મથક,રીડર શાખાના પીએસઆઈ આર.ટી.પરમાર ગોધરા એ ડીવીઝીન જીલ્લા ટ્રાફીક શાખાના પીએસઆઈ એન.આર.રાઠોડની ગોધરા બી ડીવીઝન, લીવ રીર્ઝવ પીએસઆઈ ડીએમ મછારની ગોધરા એલસીબી શાખામા બદલીકરવામા આવીછે.