બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ :-શહેરાનગરમા આવેલી ખુલ્લી ગટરોને કારણે અકસ્માતનો ભય.તંત્ર પગલા તે જરુરી.


ગોધરા,

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા સિંધી ચોકડી વિસ્તારમા આવેલી ખુલ્લી ગટર
જાણે અકસ્માતનુ આમંત્રણ સમાન બની છે.
જવાબદાર તંત્ર દ્વારા આ ગટરોને સમારકામ કરીને ઢાકણા મૂકવામા આવે તેવી અહીના સ્થાનિકોની માંગણી ઉઠવા પામી છે.ઢાંકણાન હોવાને કારણે અકસ્માતની દહેશત ઉભી થવા પામી છે.વધુમા કોરોનાની વૈશ્વિક મહામારીની સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવૂ જવાબદાર તંત્રની ફરજ છે.

પંચમહાલ જીલ્લાનૂ શહેરાનગર વેપારીમથક છે.અહી આસપાસના ગ્રામીણ વિસ્તારમાથી લોકો ખરીદી માટે આવે છે.શહેરાનગર વિસ્તારમાં આવેલી સિંધી ચોકડી વિસ્તારમા
દૂકાનો અને રહેણાક મકાનો આવેલા છે.અહી પણ ખરીદી માટે લોકોની અવરજવર રહે છે.સિંધી ચોકડી વિસ્તાર પાસે શહેરા-ગોધરા હાઇવે માર્ગને અડીને ગટરો આવેલી છે. આ ગટરો ખૂલ્લી જોવા મળી રહી છે.જેના કારણે અહી અકસ્માતની દહેશતની આશંકા સ્થાનિકો દ્વારા લગાવાઈ રહી છે.વધુમા તેમા કચરો જામી જવાને કારણે ઘણીવાર તેમાથી ગંદૂપાણી ઊભરાઈને રોડ પણ રેલાતુ હોય છે.
ગંદુપાણી રેલાતુ હોવાને કારણે મચ્છરજન્ય રોગ ફેલાવાની શકયતાને પણ નકારી શકાય નથી.એક બાજુ કોરોનાની વૈશ્વિક મહામારીમાં સ્વછતા રાખવા માટે તંત્ર દ્વારા સ્વચ્છતા રાખવા સહિતના સુચનો કરવામા આવી રહ્યા છે.શહેરા નગરમા સિંધીચોકડી પાસેની ખુલ્લી ગટરો નાગરિકો માટે રોગને જાણે આમંત્રણ આપવા સમાન છે.આ ગટરોમાં સાપ જેવા સરીસૃપો પણ રહેતા હોવાનુ દૂકાનદારોનુ જણાવૂ છે.શહેરા તાલૂકા અને ગ્રામીણ વિસ્તારમા પણ કોરોનાના કેસો થયા છે.ત્યારે સાવચેતીની સાથે સ્વચ્છતા પણ ખૂબ જરુરી છે. અહીના સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને પણ છાસવારે મૌખિક રજુઆત કરવામા આવતી હોવાનુ જાણવા મળ્યુ છે.શહેરાનગરમાં જવાબદાર તંત્ર દ્વારા સાફસફાઇનુ ધ્યાન રાખવામા આવે જછે.પણ તંત્રને આ બે ખુલ્લી ગટરો ધ્યાનમાં આવે તે જરુરી છે.કારણે અહી સ્થાનિક લોકોની અવરજવર રહે છે.જેમા કોઈ પડે તો જાનહાનીની શકયતાને પણ નકારી શકાય તેમ નથી.વહેલી તકે આ ખૂલ્લી ગટરોને બંધ કરવામા આવે તેવી અહીના  વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓની લોકલાગણી અને માંગણી થઈ રહી છે.હવે જોવાનુ એ રહ્યુ કે કે હવે જવાબદાર તંત્ર આ ખૂલ્લી ગટરો બાબતે શુ પગલા લે છે.!!