પંચમહાલ: શહેરા સિંધી ચોકડીથી કાંકરીનો માર્ગ મરામત કરવાની માંગ
શહેરા
શહેરાનગર વેપારી મથક છે.અહી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે.જ્યારે શહેરામાં ધમધમતા સિંધી
ચોકડી વિસ્તારમા આવેલો એક રોડ બિસ્માર હાલતમા હોવાને કારણે સ્થાનિકો દ્વારા અહી રોડની મરામત કરવામા આવે તેવી માંગ ઊઠવા પામી છે.અહી હાલમા પડેલા વરસાદને કારણે ખાડાઓમાં પાણી પણ ભરાયેલુ જોવા મળે છે.
શહેરામા આવેલી સિંધી ચોકડીથી કાકરી તરફ જવાના રોડ બસ્માર હાલતમાં નજરે પડે છે આ કાંકરી રોડ પર સરકારી વિનયન કોલેજ મોડેલ સ્કૂલ,આઈટીઆઈ ,કબ્રસ્તાન અને દરગાહ પર જવાનો રસ્તો છે કાદવ કીચડ વાળો બીસમાર રોડ નજરે પડે છે આ રોડ પર કાદવ કીચડ થવાથી આવા જવામાં વિદ્યાર્થીઓ રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી છે જેથી લાગતા વળગતા જવાબદાર તંત્ર વહેલી તકે આ રોડની મરામત કરાવે તેવી માંગણી છે.