પંચમહાલ: હાલોલ બસ સ્ટેશન પરથી દારૂના જથ્થા સાથે મહિલાઓને હાલોલ ટાઉન પોલીસે ઝડપી પાડી.
હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરમાં બસ સ્ટેશન પરથી દારૂની હેરાફેરી કરતી મહિલાઓને હાલોલ ટાઉન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનૂસાર પંચમહાલમા હવે દારૂની હેરાફેરી સામાન્ય થઈ રહી છે.મહિલાઓ પણ જાણે આ દારુના વેપલામાં ઉતરી હોય તેમ લાગી રહ્યુ છે.હાલોલ ટાઉન પોલીસે બાતમીના આધારે બસ સ્ટેશન ખાતેથી દારૂના જથ્થા સાથે દાહોદ જીલ્લાની મહિલાઓને પકડી પાડી છે.
હાલોલ ટાઊન પોલીસે બારીયાથી સેલવાસ જતી એસટી બસમા બેઠેલી ત્રણ જેટલી મહિલાઓ જાલીબેન પરમાર,ગમનાબેન પરમાર,સીનાબેન ભાભોરને ઝડપી પાડી પુછપરછ દરમિયાન તેમની પાસે રહેલા થેલામાથી ૪૬,૧૦૦ હજાર રૂપિયાના દારુના જથ્થા સાથે તેમની અટકાયત કરી હતી.
વધુમા અન્ય એક બીજા બનાવમાં દાહોદ જીલ્લાની મહિલાઓને પકડી પાડી છે.સરલાબેન દહીયા અને દીપીકાબેન બારીયા
નામની બે મહિલાઓ મીણીયા થેલામા દારુ સંતાડીને લઈ જતી હતી.તે વખતે હાલોલ ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી દારુ સહિતના ૨૫,૯૦૦ રૂપિયાના મૂદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે