બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ જીલ્લામાં ખેડૂતો ઘંઉના પાકની વાવણીકાર્યમા જોડાયા.


પંચમહાલ,

પંચમહાલ કૃષિ પ્રધાન જીલ્લો છે.જેમા ખેડૂતોએ અહી મકાઈ અને ડાંગરનો પાક લેતા હોય છે.હાલમા ડાંગરની કાપણી પુરી થઈ ગઈ છે.હાલમા શિયાળાની શરુઆત થઈ ગઈ છે.ત્યારે ખેડૂતો હવે શિયાળાની ખેતીમા પરોવાયા છે.હાલમા ગોધરા,શહેરા સહિતના તાલુકાના ગ્રામીણ વિસ્તારમા ખેડુતો શિયાળાની ખેતી તરફ વળ્યા છે.અહી શિયાળામાં સામાન્ય રીતે ઘઉ કરવામા આવે છે.અહી ના ખેડૂતો ઘંઉની ખેતી કરવાની શરુઆત થઈ ગઈ છે.હાલમા ખેડુતો પોતાના ખેતરો ટ્રેકટર ખેડાવી રહ્યા છે,અને ત્યારબાદ તેમા ઘંઉના બીજની વાવણી કરી રહ્યા છે.અને પાળા બાધવા આવી રહ્યા છે.અહી ની વાત કરવામા આવે તો શહેરાના પુર્વોત્તર વિસ્તારમાં પીયતની સમસ્યા છે.અહી ખેડુતો પોતાના ખેતરના કુવા કે બોરવેલ નો ઉપયોગ કરીને ખેતીમાટે કરતા હોય છે.જોકે ઘંઉના ભાવ યોગ્યક્ષમ મળવા જોઈએ તેવી પણ તેમની માંગ છે.હાલમા કૃષી કાયદાને લઈને પંચમહાલમા ખેડુતોમા વિરોધ જોવા મળી રહ્યો નથી.